________________
(૧૦૦) માસુ પૂર્ણ થતા પ્રભુ જ્યાં કાઉસગે રહ્યા તે ઠેકાણે પુન્યવંત પ્રાણએ પ્રભુશ્રીના પગલાંની સ્થાપના કરી. પછી તે નિયમાનુસારે ઘણે વખતે તેને ઉદ્ધાર કરી દેવકુલીકા બનાવીને ચરણની સ્થાપના કરી.
પછી દીઘકાળે સેળમાં તીર્થકર શ્રી શાંતિનાથ પ્રભુ પણ સીદ્ધાચળમાં ઘણા મુનીઓની સાથે. (૧૫૨૫૫૭૭૭) ચોમાસુ રહેવા પધાર્યા. ત્યારે ભદ્રકગિરીશૃંગ નીચે ઘણું મુનિ સ્થિર થયા. અને આ શિખરની વિસ્તૃત ભૂમિના છેડે મારૂદેવા થંગ હતું. ત્યાં આગળ પ્રભુને રહેવાને પ્રાસાદ ઈદે બનાવ્યું, તેમાં પ્રભુ રહ્યા. જેમાસુ પૂર્ણ થયે પ્રભુ રહ્યા તે જગ્યાએ ચરણ સ્થાપના થઈ. પછી ઉદ્ધારક મહાપુરૂષે દેવકુલિકા બંધાવીને ચરણ સ્થાપના કરી. અજિતનાથ ચરણ દહેરીની સામેજ શ્રી શાંતીનાથ પ્રભુની પગલાની દહેરી બની. એટલે એક દહેરીના દર્શન કરતાં બીજીને પુંઠ પડે. આ રીતે બંધાયેલ દહેરીઓને પડતી પંઠ સંબંધે થતી આશાતના લાંબે વખત રહી. દર્શનિકે શું કરી શકે? તેતે દર્શન કરીને ચાલ્યા જાય. આ બંને પ્રભુના ચરણ–પાદુકાવાળી દહેરીએ, હાલની છ ગાઉની પ્રદક્ષિણામાં આવતી ચિલ્લણ તલાવડી પાસે જોડાજોડ છે. તેજ બને દહેરીઓ સામસામે બંધાયેલી કહેવાય છે.