________________
() ભાતું વેહેચવાની શરૂઆત કરાવનારા ઉપદેશક વિમળ સંઘાડાના સાધુ કલ્યાણ વિમળ છે અને કરનાર મુર્શિદાબાદવાળા બાબુ સિતાબચંદજી નાહારના પિતામહ છે. ઉક્ત સાધુ-મુનિએ યાત્રાએ આ વેલ ઉક્ત નાહાર બાબુને બોધ પમાને જૈન યાત્રુને શેવમમરાનું ભાતુ વહેંચવું શરૂ કરાયું. આ ભાતું ખાઈને પાણી પીને યાત્રુ સંતેષ પામતા. પછી જેની મરજી થાય તે લાડુ અને સેવા આપે એમ પરચુરણ લોકોને ભાતુ વહેંચવાને લાભ મળતે. પછી ધીમે ધીમે ભાતુ વહેંચવાનું સંઘપેઢીએ હાથમાં લીધું. તેમાં ધીમે ધીમે શેવમમરા નીકળી જઈ કળીને લાડ ને ગાંઠીયાનું મુખ્ય ભાતુ થયું. તેમાં આગળ ચાલતા પચીસ વર્ષ ઉપરાંતથી નિત્ય નવિન પકવાનના વિવિધ પ્રકારના મોટા ભાતા હજારે યાત્રુ વચ્ચે આપીને જમાડે છે. જમાનાને અનુકુળ ચા, દૂધ અને સાકરના પાણી પણ ઘણીવાર માતા સાથે આપે છે. યાત્રિકોને પૂર્ણ સતેષ હાલના તળેટી ભાતાથી થાય છે.
આ પ્રશંશનિય સત્કાર્યની સફળતા આંતરિક બહુ લાભનું કારણ નિહાળી ઘણા ભાગ્યશાળીઓએ પેઢીને રોકડ રકમ આપીને તેના વ્યાજમાંથી એક દિવસ તેના નામનું કાયમ ભાતુ અપાય, આ પ્રમાણે ત્રણસે લગભગ દિવસ