________________
(૯૭). (ભૂખણવાવ.) ની જોડે છે. આ યાતવર્યના દેહને આ ઠેકાણે અગ્નિસંસ્કાર કર્યો, તેથી સંઘે તે ઉપર ચરણની સ્થાપના કરી.
પછી ભાતા તળેટી, ફૂલવાડી, શેઠની સતીવાવ, ચબૂ તરે, અને તેના સામે મોટા બે વિશાળ એટલા, અને તેના પછી આપણા જમણા હાથ ઉપર- શાંતિદાસ શેઠની દહેરી–એક પરથાર ઉપર છે. તેમાં ગેજીના પગલાં સ્થાપ્યા છે. માથે જાળ-પીલુદ્ધનું વૃક્ષ છે. બાદ એક ચોતરા ઉપર પાવળીઓ છે. અને છેલ્લે દહેરીએ નં. ૨૮ થી તથા બંને બાજુ ત્રણ ત્રણ ઘુમટીના મોટા મંડપ બાંધેલામાં અકેકી નકશીદાર દહેરીમાં ચરણ છે. આ બંને મંડપને છેડે પત્થરને અકેક માટે હાથી છે. તે સર્વે આપણે બંને બાજુ બાંધેલ ગઢની અંદર આવેલ છે.
સતિ વાવ. ભાતા તળેટીના જોડાજોડ જે મોટી વાવ પાણીની છે, તે અમદાવાદના નગરશેઠ શાંતિદાસના પુત્ર લફિમદાસના પુત્ર સૂરદાસે સં, ૧૬૫૭ માં યાત્રુના સુખ માટે મેગલ બાદશાહના ફરમાન પૂર્વક બંધાવી છે. જેને શિલાલેખ છેલ્લા મતવાલાના પગથિયા ઉપરના ગેખમાં બેસાડેલ છે.