________________
(૮૩) કિરણ ૬ ઠું
સકળ સંઘની પેઢી તરફથી જાહેર કરેલ નકરે
સકળ સંઘ એટલે શ્રી આણંદજી કલ્યાણજી અને નકરે એટલે જમીન વાસણ, ગોદડાં, અને વપરાતી મેટી નાની સર્વ ચીજોને ઘસારા બદલે લેવાની મુકરર કરેલ રકમ.
ઘણાં વર્ષોથી શેઠ આ૦ ક. ની પેઢી તરફથી સ્થાપન કરેલ નકર શ્રી સિદ્ધાચળજીમાં ધાર્મિક, અને ધાર્મિક વ્યવહારિક કાર્ય, સંઘ અથવા સંઘ વ્યક્તિ કરે તે લેવામાં આવે છે પણ તે પેઢીના પ્રતિનિધીઓએ સં. ૧૯૭૭ ની આખરે સુધારા વધારા સાથે બહાર પાડેલ છે. જે દરેક જૈન વ્યક્તિને ઘણે ઉપયોગિ જાણીને અમેએ અત્રે ટાંકો છે. આ નકર સિદ્ધાચળજી, તેની પંચ તિથી, માટી નાની પ્રદક્ષિણા, અને પાલીતાણામાં લાગુ પડે છે. સુધારે વધારે જે જે કાર્યમાં થયેલ છે, તે.ચાલુ આંકડા સાથે જણાવ્યું છે. તે આ પ્રમાણે,