________________
(૮૧). વ્યાપારમાં વૃદ્ધિ કરતાં લાખોપતિ થતાં આ તિર્થરાજમાં પ્રથમ સં. ૧૮૮૬-૭ માં વિશાળ અને બે ગાળાવાળી ધમ શાળા બંધાવી. અને પછી તિર્થરાજ ઉપર દહેરાસર ટુંક વાળ બંધાવી તૈયાર કરાવ્યું. અને પ્રતિષ્ઠાના વરસમાં સ્વર્ગવાસ કર્યો. તેથી તેમના એકના એક પુત્રરત્ન શેઠ બિમચંદભાઈએ સં. ૧૮૭ માં મુંબઈ સુરતથી મોટે સંઘ છરી પાળતે સિદ્ધાચળને સંઘ લાવ્યા. તેમાં પર બા વન ગામના સંઘના સંઘવી રસ્તામાંથી ભેગા થતા ગયા. ને પાલીતાણામાં, એકીસાથે ૬૦૦૦૦ સાઠહજાર, સર્વ સંઘનું જેનયાત્રુને ધામધૂમથી પ્રવેશ થયો.
મહા મહત્સવ પૂર્વક તદ્દન નિવિદને અંજનશલાકા તથા પ્રતિષ્ટા માઘ કૃષ્ણ દ્વિતિયા દિને કરી. દામ પુણ્ય અને પહેરામણ પ્રશંશનિય પણે કરી. અને ઘણા દિવસે નવકારશીના સ્વામીવાત્સલ્ય લંબાયા હતા. અને સાત (૭) ઝાંપેખાના જમણે થયા હતા. જેને દવજાદંડ ફરકાવવામાં આવતે તે તરે તથા અંજનશલાકા વાળી જગ્યા ખેડાણ થયા વિના કાયમ જેમની તેમ તેટલી જગ્યા પળાયા કરે.