________________
૬૧
ઈબ્દોપદેશ કર્મરાશિ દવે નિત્ય, તે આનંદ હુતાશન; ખેદ ના પામતા યોગી, બાહ્ય દુખે અચેતન. ૪૮ અવિદ્યા ભેદતી જ્યોતિ, પર જ્ઞાનમયી મહા; મુમુક્ષુ માત્ર એ પૂછે, ઇચ્છે, અનુભવે સદા. ૪૯ આત્મા ને પુદ્ગલો જુદાં, માત્ર આ સાર તત્ત્વનો; અન્ય જે કાંઈ શાસ્ત્રોક્ત, આનો વિસ્તાર તે ગણો. ૫૦
ઈબ્દોપદેશ મતિમાન ભણી યથાર્થ, માનાપમાન સમતાથી સહે કૃતાર્થ; નિરાશાહી વન વિષે, જનમાં વસે વા, પામે અનુપ શિવસંપદ ભવ્ય તેવા. ૫૧
* * *