________________
દO
ઈબ્દોપદેશ . શમાવી ચિત્તવિક્ષેપો, એકાંતે લીન આત્મમાં; અભ્યાસે ઉદ્યમ યોગી, સહજાતમતત્ત્વતા. ૩૬ અનુભૂતિ નિજાત્માની, જેમ જેમ પ્રકાશતી; તેમ તેમ છતા ભોગે, સ્વયં રુચિ વિરામતી. ૩૭ જેમ જેમ છતા ભોગે, સ્વયં રુચિ વિરામતી; તેમ તેમ અનુભૂતિ પરાત્માની થતી છતી. ૩૮ સમસ્ત વિશ્વને ભાળે, ઈન્દ્રજાળ સમું વૃથા; આત્મલાભ સદા ઈચ્છે, પસ્તાયે પરમાં જતાં. ૩૯ ઇચ્છે એકાંતમાં વાસ, ચાહે નિર્જનતા સદા; વદે કાર્યવશે કિંચિત્, તેય શીધ્ર ભૂલી જતા. ૪૦ બોલે તોયે ન બોલે તે, ચાલે તોયે ન ચાલતા; સ્થિરતા આત્મતત્ત્વ જો, દેખે તોયે ન દેખતા. ૪૧ વિચારે ના શું આ કેવું? કોનું ક્યાંથી વળી કહીં? . યોગી તો યોગમાં લીન, દેહભાનેય જ્યાં નહીં. ૪૨ જેમાં જે વસી રહે છે, ત્યાં તે રતિ કરે અતિ; જેમાં રમણતા જેની, ત્યાંથી અન્યત્ર ના ગતિ. ૪૩ અન્યત્ર ના ગતિ તેથી, અન્યને ના અનુભવે; અનન્ય ઉપયોગી તે, અબંધ મુક્તિ ભોગવે. ૪૪ અન્ય તે અન્ય ત્યાં દુઃખ, આત્મા આત્મા જ તે સુખી; આત્માર્થે જ મહાત્માની, સાધના સર્વતોમુખી. ૪૫ અજ્ઞ જે પુદ્ગલ દ્રવ્ય, રાચે તે પુદ્ગલો પછી; તેનો પીછો તજે નહીં, કદી ચતુર્ગતિ મહીં. ૪૬ ધ્યાનમાં મગ્નતા જ્યાં ત્યાં, બાહ્ય વ્યાપારશૂન્યતા; ધ્યાનથી યોગી આસ્વાદ, સચ્ચિદાનંદ વ્યક્તતા. ૪૭