________________
૫૯
ઇબ્દોપદેશ પરિષહો જણાયે ના, મગ્ન અધ્યાત્મમાં થતાં; આસવો રોકતી થાયે, કર્મની શીઘ નિર્જરા. ૨૪ કર્તા હું સાદડીનો ત્યાં, છે સંબંધ જુદો કહ્યો; ધ્યાન-ધ્યેય સ્વયં આત્મા, ત્યાં સંબંધ કયો રહ્યોં? ર૫ મમતાથી જીવને બંધ, મુક્તિ નિર્મમતા થકી; માટે સર્વ પ્રયત્ન એ, બાવો નિર્મમતા નકી. ૨૬ નિર્મમ એક હું શુદ્ધ, જ્ઞાની યોગીન્દ્રગોચર; સર્વે સંયોગી ભાવો તે, સ્વાત્માથી સર્વથા પર. ૨૭ દુઃખના ડુંગરો વેદે, જીવો સંયોગ કારણે; મન વાણી તનુ કમેં, તજું સંયોગ સર્વને. ૨૮ મને ના મૃત્યુ, ભીતિ શી? મને ના રોગ, શી વ્યથા? ના હું તરુણ, ના વૃદ્ધ, બાળ ના, પુદ્ગલે બધાં. ૨૯ મોહથી ભોગવી છોડ્યાં, પુગલો સૌ ફરી ફરી; હવે એ એઠમાં મારે, જ્ઞાનીને શી સ્પૃહા વળી? ૩૦ કર્મો કર્મહિત તાકે, જીવો ઇચ્છે સ્વશ્રેયને; સ્વસ્વપ્રભાવયોગે સૌ, સાધે કોણ ન સ્વાર્થને? ૩૧ દેહાદિ અન્યના અજ્ઞ, ઉપકારે શી વર્તના! લોકવત્ સ્વાર્થ સાધી લે, ત્યાજ્ય અન્યોપકાર હા! ૩૨ ગુરુબોધે, સ્વ-અભ્યાસે, સ્વાનુભૂતિથી જાણતા; આત્મા ને અન્યનો ભેદ, તે મુક્તિસુખ માણતા. ૩૩ સ્વયં સત્ની કરે ઇચ્છા, સ્વયં જ્ઞાપક શ્રેયનો; સ્વયં સ્વશ્રેયમાં વર્તે, સ્વયમેવ ગુરુ સ્વનો. ૩૪ પામે ના જ્ઞાનતા અન્ન, જ્ઞાની ના અજ્ઞતા રહે; નિમિત્તમાત્ર બીજા ત, ગતિમાં ધર્મવત્ બને. ૩૫