________________
૫૮
ઇબ્દોપદેશ વિપત્તિ એક જ્યાં જાયે, આવે તેવી બીજી ઘણી; સંસારે પ્રાણીને એવી, ઘટમાળ વિપત્તિની. ૧૨ કમાતાં રક્ષતાં કષ્ટ, ધનાદિ નાશવંતને; સુખી તેથી ગણે તો શું, સુખ ઘીથી જ્વરાર્તને? ૧૩ વિપત્તિ અન્યની જોતાં, પોતાની ન વિચારતો; વને જ્યાં સૌ બળે પ્રાણી, મૂર્ણ વૃક્ષે રહ્યો છતો. ૧૪ આયુ-ભોગે વધે લક્ષ્મી, ધનિકો તોય તે ચહી; ધનાર્થે આયુ ગાળી દે, પ્રાણથી ઈષ્ટ શ્રી તહીં. ૧૫ દાન કે પુણ્યના નામે, નિર્ધનો ધન સંરહે; તો તે ‘સ્નાને થશું શુદ્ધ', ચહી પકે વૃથા પડે. ૧૬ પમાયે કષ્ટથી ભોગો, પાયે તૃપ્તિ ન આપતા; ત્યાગતાં દુઃખ દે અંતે, તેમાં સુજ્ઞો શું રાચતા? ૧૭ જેના સંગે શુચિ એવા, પદાર્થો અશુચિ બને; તે દુઃખમૂર્તિ દેહાથે, ભોગની ચાહ શું તને? ૧૮ આત્માને શ્રેયકારી જે, દેહને અપકારી તે; કિંતુ દેહોપકારી છે, આત્માને અપકારી તે. ૧૯ દિવ્ય ચિંતામણિ એક, કાચનો કટકો બીજો; મળે જો ધ્યાનથી બને, વિવેકી ઇચ્છશે કયો? ૨૦ સ્પષ્ટ સ્વાનુભવે વ્યક્ત, અક્ષયી દેહવ્યાપક; આનંદધામ આ આત્મા, લોકાલોકપ્રકાશક. ૨૧ ચિત્ત-એકાગ્રતા સાધી, રોકી ઈન્દ્રિયગ્રામને; આત્માથી સંયમી ધ્યાવે, આત્મામાં સ્થિત આત્માને. ૨૨ જ્ઞાનીના આશ્રયે જ્ઞાન, અજ્ઞથી અજ્ઞતા મળે; હોય જેની કને જે તે, આપે' લોકોક્તિ એ ફળે. ૨૩