________________
ઇષ્ટોપદેશ
સર્વ કર્મ અભાવે જે, સ્વયં પામ્યા સ્વભાવને; કેવલજ્ઞાનરૂપી તે, નમું સત્ પરમાત્મને ૧ સ્વર્ણપાષાણ સુહેતુયોગે, સોનું બની રહે; સુદ્રવ્યાદિ તણા યોગે, આત્મા શુદ્ધાત્મતા લહે. વ્રતો આપે સુખો સ્વર્ગે, અવ્રતો નરકે દુઃખો; છાંયે તાપે, રહ્યા બેનો, ભેદ મોટો અહો! લખો.
આત્મભાવ યદિ મોક્ષ, આપે સ્વર્ગે વિસાત ના; ક્રોશ બે જે લઈ જાયે, ક્રોશાર્કે થાય મ્હાત ના.
સ્વર્ગમાં અમરોને જે, સુખો ઇન્દ્રિયજન્ય એ; નિરામયી ચિરસ્થાયી, દેવોને ભોગ્ય યોગ્ય એ.
જીવોની વાસનામાત્ર, એ ઇન્દ્રિય સુખો દુ:ખો; ભોગ તે રોગવત્ પીડા, આપે આપત્તિમાં જુઓ. મોહાચ્છાદિત જો જ્ઞાન, જાણે તે ન સ્વભાવને; મેણો ચચ્ચે ખૂવે પ્રાજ્ઞો, શુદ્ધિ, બુદ્ધિ-પ્રભાવને. દેહગેહાદિ સ્ત્રીપુત્રો, શત્રુમિત્રો, ધનાદિ તો; સ્વભાવે સર્વથા ન્યારાં, મૂઢ માને સ્વકીય જો.
ભિન્ન દેશ દિશામાંથી, પક્ષી આવી તરુ વસે; પ્રભાતે સૌ સ્વકાર્યાર્થે, ઊડી જાયે દિશે દિશે.
૪
૬
૯
વિરાધે અન્યને તું તો, અન્ય તે તુજને હશે; કરે છે ક્રોધ ત્યાં શાને? વાવે તેવું જગે લગે. ૧૦ અજ્ઞાને રાગને દ્વેષ, નેતરાં કષ્ટ નોતરે; ખેંચાતાં દંડવત્ જીવો, ભવાબ્ધિમાં ભસ્યા કરે. ૧૧