________________
ઇબ્દોપદેશ આત્મજ્યોતિ માટે મુમુક્ષુએ શું કરવું? –
શ્લોક-૪૯
अविद्याभिदुरं ज्योतिः परं ज्ञानमयं महत् । तत्प्रष्टव्यं तदेष्टव्यं तद्रष्टव्यं मुमुक्षुभिः ॥ અવિદ્યા ભેદતી જ્યોતિ, પરં જ્ઞાનમયી મહા;
મુમુક્ષુ માત્ર એ પૂછે, ઈચ્છે, અનુભવે સદા. અન્વયાર્થ – [વિદ્યામપુર) અવિદ્યાને દૂર કરવાવાળી [મહત્વ પર] મહાન ઉત્કૃષ્ટ [જ્ઞાનમ ચોતિ: જ્ઞાનમય જ્યોતિ છે; [મુમુક્ષfમ:] મુમુક્ષુઓએ તિર્ પ્રણવ્યી તેના વિષયમાં પૂછવું જોઈએ, [તત્ અષ્ટવ્ય] તેની વાંછા કરવી જોઈએ અને [તત્ દ્રવ્યમ] તેનો અનુભવ કરવો જોઈએ. અર્થ - અજ્ઞાનને નાશ કરવાવાળી મહાન ઉત્કૃષ્ટ જ્ઞાનમયી જ્યોતિ છે. જેમને એક મોક્ષની જ ઇચ્છા છે, અર્થાતુ સંસાર કારાગૃહ સમાન પ્રતિક્ષણે જેમને ભાસી રહ્યો છે અને તેથી તેનાથી છૂટવાની જેમને તીવ્ર ઈચ્છા છે તે મુમુક્ષુઓએ તો એ જ જ્યોતિ સંબંધી પ્રશ્ન કરવો, તેની જ ઈચ્છા કરવી અને તેને જ અનુભવમાં આણવા, તેને જ જોવા તત્પર થવું જોઈએ.