________________
४८
ઇબ્દોપદેશ
આત્માનંદનું કાર્ય –
શ્લોક-૪૮ -
आनन्दो निर्दहत्युद्धं कर्मेन्धनमनारतम् । न चासौ खिद्यते योगी बहिर्दुःखेष्वचेतनः ।। કર્મરાશિ દવે નિત્ય, તે આનંદ હુતાશન;
ખેદ ના પામતા યોગી, બાહ્ય દુઃખે અચેતન. અન્વયાર્થ – સિ: કાનન્દ ] તે આનંદ (આત્મામાં ઉત્પન થયેલો આનંદ) દ્ધિ વર્ગ ફેન્જનન] પ્રચુર કર્મરૂપી ઈધનને [મનારતમ] નિરંતર [નિર્વતિ) જલાવી દે છે અને [મસી ચોf ] તે (આનંદમગ્ન) યોગી [વરિ ટુ વેષ બહારનાં દુઃખોમાં [વેતનઃ] અચેતન રહેવાથી નિ વિદ્યતે] ખેદ પામતા નથી. અર્થ – જેમ અગ્નિ બંધનને બાળીને ભસ્મ કરે છે, તેવી રીતે આત્મામાં ઉત્પન્ન થયેલ પરમાનંદ હંમેશાંથી ચાલ્યાં આવતાં ઘણાં કર્મને અર્થાત્ કર્મની સંતતિને બાળી દે છે અને આનંદ સહિત યોગી બાહ્ય દુઃખોના, પરિષહ-ઉપસર્ગ સંબંધી ક્લેશોના અનુભવથી રહિત હોવાથી અર્થાત્ બહારનાં દુઃખોથી અજ્ઞાન હોવાથી ખેદ કે સંક્લેશને પામતા નથી.