________________
ઈબ્દોપદેશ આત્માની ઉપાસનાનું પ્રયોજનં શું? –
શ્લોક-૨૩ अज्ञानोपास्तिरज्ञानं ज्ञानं ज्ञानिसमाश्रयः । ददाति यत्तु यस्यास्ति सुप्रसिद्धमिदं वचः ॥ જ્ઞાનીના આશ્રયે જ્ઞાન, અજ્ઞથી અજ્ઞતા મળે;
હોય જેની કને જે તે, આપે' લોકોક્તિ એ ફળે. અન્વયાર્થ – [મજ્ઞાનોપાર્તિઃ] અજ્ઞાનની (અર્થાત્ જ્ઞાનરહિત શરીરાદિની) ઉપાસના [જ્ઞાને વા]િ અજ્ઞાન આપે છે, [જ્ઞાનિસાશ્રય:] અને જ્ઞાનીની સેવા [જ્ઞાને તિ] જ્ઞાન આપે છે. [ચત્ તુ ચર્ચ મસ્તિ તાતિ) જેની પાસે જે હોય છે તે આપે છે, [ટું સુપ્રસિદ્ધમ્ વે:] એ સુપ્રસિદ્ધ વાત છે. અર્થ – અજ્ઞાન એટલે જ્ઞાનથી રહિત એવા શરીરાદિની સેવાથી અજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને જ્ઞાનસ્વભાવી એવા આત્માની સેથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ વાત પ્રસિદ્ધ છે કે જેની પાસે જે હોય તે જ તે આપે છે. જે વસ્તુ જેની પાસે ન હોય તે વસ્તુ તે ક્યાંથી આપી શકે? (અજ્ઞાની જીવની સેવાથી જ્ઞાનપ્રાપ્તિ ન થાય પણ આત્મજ્ઞાનસંપન્ન એવા જ્ઞાનીપુરુષની સેવાથી જ જ્ઞાનપ્રાપ્તિ થાય.)