________________
૨૪
ઈબ્દોપદેશ આત્મામાં લીન એવા જ્ઞાનીને શું લાભ થાય છે? –
આ શ્લોક-૨૪
परीषहाद्यविज्ञानादास्रवस्य निरोधिनी । जायतेऽध्यात्मयोगेन कर्मणामाशु निर्जरा || પરિષહો જણાયે ના, મગ્ન અધ્યાત્મમાં થતાં;
આસવો રોકતી થાયે, કર્મની શીઘ નિર્જરા. અન્વયાર્થ – [ ધ્યત્મિયોગોન] અધ્યાત્મયોગથી [પરીષદ વિજ્ઞાનાત] પરિષહાદિનો અનુભવ (વેદન) નહીં હોવાથી [શાસ્ત્રવો (કર્મોના) આસવ(આગમન)ને [નિરોધની] રોકવાવાળી [Mાં નિર્નરકર્મોની નિર્જરા [ભાશું] શીઘ [નાય થાય છે. અર્થ - આત્મામાં આત્માના જોડાણથી, અર્થાત્ આત્માના ધ્યાનથી મનુષ્ય-તિર્યંચ-દેવાદિના ઘોર પરિષહો કે ઉપસર્ગોનો અનુભવ ન થવાથી, અર્થાત્ ઉપસર્ગાદિ તરફ લક્ષ નહીં હોવાથી કર્મોના આગમનને રોકવાવાળી કર્મનિર્જરા શીઘ થાય છે.