________________
ઈબ્દોપદેશ
૧૮ કાયસંબંધી વિચાર –
શ્લોક-૧૦
भवन्ति प्राप्य यत्सङ्गमशुचीनि शुचीन्यपि । स कायः संततापायस्तदर्थं प्रार्थना वृथा । જેના સંગે શુચિ એવા, પદાર્થો અશુચિ બને;
તે દુઃખમૂર્તિ દેહાથે, ભોગની ચાહ શું તને? અન્વયાર્થ – ચિલ્લં] જેનો સંગ [IS] પામી [શુવીનિ ૩] પવિત્ર પદાર્થો પણ [શુવીનિ] અપવિત્ર [મવત્તિ થઈ જાય છે, સિ: વાય:] તે શરીર [સંતતાપાય:] હંમેશાં બાધાઓ (ઉપદ્રવ) સહિત છે; (તેથી) [તી ] તેના માટે [ર્થના] (ભોગપભોગની) પ્રાર્થના (આકાંક્ષા) કરવી વૃિથા] વ્યર્થ છે. અર્થ – જેનો સંબંધ પામીને પવિત્ર પદાર્થ પણ અપવિત્ર થઈ જાય છે, તે શરીર હંમેશાં અપાયો, ઉપદ્રવો, ઉપાધિઓ, વિપ્નો તથા વિનાશો સહિત છે. તેથી તેને માટે ભોગોપભોગના પદાર્થોની ચાહના વ્યર્થ છે.