________________
૧૬
ઇષ્ટોપદેશ
જેનાથી પુણ્યોપાર્જન થાય તે ધન નિંદ્ય કેમ હોઈ શકે?
શ્લોક-૧૯
-
त्यागाय श्रेयसे वित्तमवित्तः संचिनोति यः स्वशरीरं स पङ्केन स्नास्यामीति विलिम्पति ॥
દાન કે પુણ્યના નામે, નિર્ધનો ધન સંગ્રહે; તો તે ‘સ્નાને થશું શુદ્ધ', ચહી પંકે વૃથા પડે.
અન્વયાર્થ – [ચ:] જે [અવિત્તઃ] નિર્ધન [શ્રેયસે] પુણ્યની પ્રાપ્તિ અર્થે [ત્યા] દાન કરવા માટે [વિત્ત] ધનનો [સંધિનોતિ] સંચય કરે છે, [સઃ] તે [સ્નાસ્વામિ તિ] ‘સ્નાન કરી લઈશ' એમ સમજી [સ્વશરીર] પોતાના શરીરને [પફ્રેન] કાદવથી [વિહિન્પતિ] ખરડે છે, અર્થાત્ પોતાના શરીરે કાદવ લપેડે છે.
અર્થ
જે નિર્ધન પુણ્યપ્રાપ્તિ અર્થે દાન કરવા માટે ધનનો સંચય કરે છે, તે ‘હું પછી સ્નાન કરી લઈશ', એમ કહીને શરીર ઉપર કાદવ ચોપડે છે.