________________
ઇષ્ટોપદેશ
ધનાર્થી આગામી આપદાને દેખતો નથી
શ્લોક-૧૫
-
आयुर्वृद्धिक्षयोत्कर्षहेतुं कालस्य निर्गमम् । वाञ्छतां धनिनामिष्टं जीवितात्सुतरां धनम् ॥
૧૫
આયુ-ભોગે વધે લક્ષ્મી, ધનિકો તોય તે ચહી; ધનાર્થે આયુ ગાળી દે, પ્રાણથી ઇષ્ટ શ્રી તહીં. અન્વયાર્થ - [ાસ્ય નિર્ગમ] કાળનું નિર્ગમન (વ્યતીત થવું) તે [માયુ: વૃદ્ધિ ક્ષય હર્ષ હેતું] આયુના ક્ષયનું તથા (કાળની) વૃદ્ધિ, ઉત્કર્ષ(વ્યાજવૃદ્ધિ)નું કારણ છે. [વાતાં ધ્વનિનાન્] એમ ઇચ્છતા ધનિકોને [વિતાત્] પોતાના જીવન કરતાં [ઘન] ધન [સુતરĪ] અતિશય [ટ] વહાલું હોય છે.
અર્થ કાળનું વ્યતીત થવું તે આયુના ક્ષયનું કારણ છે અને કાળની વૃદ્ધિ વ્યાજ વધવાનું કારણ છે. આવો કાળ વ્યતીત થવાનું જે ચાહે છે તે ધનવાનને પોતાના જીવન કરતાં ધન વધારે ઇષ્ટ છે.