________________
૧૪
ઈબ્દોપદેશ કષ્ટદાયક સંપદાને જીવ કેમ છોડતો નથી? –
શ્લોક-૧૪
विपत्तिमात्मनो मूढः परेषामिव नेक्षते । दह्यमानमृगाकीर्णवनान्तरतरुस्थवत् વિપત્તિ અન્યની જોતાં, પોતાની ન વિચારતો;
વને જ્યાં સૌ બળે પ્રાણી, મૂર્ખ વૃક્ષે રહ્યો છતો. અન્વયાર્થ – વિદ્યમાન પૃછી વનાન્તર તરુસ્થવત] દાવાનળની જ્વાળાથી) બળી રહેલા મૃગોથી છવાયેલા વનની મધ્યમાં વૃક્ષ ઉપર બેઠેલા મનુષ્યની જેમ [મૂઢ:] (સંસારી) મૂઢ પ્રાણી [પરેષામ્ રૂ] બીજાઓની (વિપત્તિની) જેમ [માત્મનઃ વિપત્તિ પોતાની વિપત્તિને નિ તે] જોતો નથી. અર્થ - જ્યાં અનેક હરણો દાવાનળની જ્વાળામાં બળી રહ્યાં છે એવા જંગલની મધ્યમાં વૃક્ષ ઉપર બેઠેલા મનુષ્યની માફક આ સંસારી પ્રાણી, બીજાની વિપત્તિઓ જોઈને પણ પોતાના ઉપર આવનારી આફતો કે વિપત્તિઓનો ખ્યાલ કરતો નથી.