________________
ઇષ્ટોપદેશ
સંસારી જીવો શેનાથી સુખ માને છે?
શ્લોક-૧૩
दुरर्ज्येनासुरक्ष्येण नश्वरेण धनादिना स्वस्थंमन्यो जनः कोऽपि ज्वरवानिव सर्पिषा ॥
કમાતાં રક્ષતાં કષ્ટ, ધનાદિ નાશવંતને; સુખી તેથી ગણે તો શું, સુખ ઘીથી જ્વરાર્તને?
-
અન્વયાર્થ (જેમ) [જ્વરવાન] કોઈ જ્વરગ્રસ્ત (તાવથી પીડાતો) માણસ [સર્વિī] ઘીથી (એટલે ઘી પીને અથવા શરીરે ચોપડીને) [સ્વŻમન્યઃ] પોતાને સ્વસ્થ (નીરોગી) માને છે, [વ] તેમ [ò: પિનનઃ] કોઈ એક મનુષ્ય [દુરર્ચેન] મુશ્કેલી(કષ્ટ)થી પેદા કરેલા (કમાયેલા) [અસુરક્ષ્ચī] જેની સારી રીતે સુરક્ષા કરવી અશક્ય છે એવા [શ્વરેī] નશ્વર (નાશવાન) [ધનાવિના] ધન આદિથી પોતાને સુખી માને છે.
૧૩
-
અર્થ જેમ કોઈ જ્વરગ્રસ્ત પ્રાણી ઘી ખાઈને કે માલિશ કરીને પોતાને સ્વસ્થ માને, તેમ કોઈ એક મનુષ્ય મુશ્કેલીથી ઉપાર્જન કરેલ અને જેની રક્ષા કરવી કઠણ છે તથા જે અવશ્ય નાશ પામવાનું જ છે તેવા ધનાદિને પામીને પોતાને સુખી માને છે. તેમાં બુદ્ધિહીનતા કે મૂર્ખતા જ જણાય છે.