SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ઇષ્ટોપદેશ અહિતકારી મનાતો વર્ગ કોપને પાત્ર નથી તેનું દૃષ્ટાંત શ્લોક-૧૦ विराधकः कथं हंत्रे जनाय परिकुप्यति । त्र्यङ्गुलंपातयन् पद्भ्यां स्वयं दण्डेन पात्यते ।। વિરાધે અન્યને તું તો, અન્ય તે તુજને હણે; કરે છે ક્રોધ ત્યાં શાને? વાવે તેવું જગે લગે. અન્વયાર્થ [વિરાધ:] વિરાધક (જેણે પહેલાં બીજાને હેરાન કર્યા હતા દુ:ખ આપ્યું હતું એવો પુરુષ) [→ નનાય] (વર્તમાનમાં) પોતાને મારનાર માણસ પ્રત્યે [Ä પરિવુતિ] કેમ ગુસ્સો કરે છે? (અરે દેખો!) [ચક્]] જંગલને [પદ્માં] પગથી [પાતચન્] નીચે પાડનાર (મનુષ્ય) [સ્વયં] સ્વયં [વખ્તુન] દંડ વડે (વ્યંગુલના દંડ વડે) [પાચતે] - નીચે પડી જાય છે. v - - - અર્થ પહેલાં તું અન્યને વિરાધે છે તો તે વર્તમાનમાં તને મારે છે. તેવા ઉ૫૨ તું ક્રોધ શા માટે કરે છે? આ જગતમાં સુખ કે દુઃખ પોતાનાં કરેલાં કર્મો વડે જ પ્રાપ્ત થાય છે. અન્ય તો નિમિત્તમાત્ર છે, માટે તે પ્રત્યે કોપ કરવો વ્યર્થ છે. તેનું દૃષ્ટાંત એ છે કે જે વિચાર વિના કામ કરે છે તેવો પુરુષ ત્રણ આંગળના આકારવાળા વ્યંગુલને પગ વડે પાડે છે અને તે દંડા વડે પોતે જ પડી જાય છે.
SR No.007166
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapad Aacharya
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy