________________
ઈબ્દોપદેશ વાસનાજન્ય સુખ-દુઃખની પ્રતીતિ કેમ થતી નથી? –
બ્લોક-૭
मोहेन संवृतं ज्ञानं स्वभावं लभते न हि । . मत्तः पुमान् पदार्थानां यथा मदनकोद्रवैः ॥ મોહાચ્છાદિત જો જ્ઞાન, જાણે તે ન સ્વભાવને;
મેણો ચર્ચે ખૂવે પ્રાજ્ઞો, શુદ્ધિ, બુદ્ધિ-પ્રભાવને. અન્વયાર્થ – [થા] જેમ મિત્ર યોદ્ર:] મદ ઉત્પન્ન કરનાર કોદ્રવોથી (કોદ્રવના નિમિત્તથી) [મત્તઃ પુમાન] ઉન્મત્ત (પાગલ) બનેલો માણસ [૫ર્થીના] પદાર્થોનું સ્વિમવ] યથાર્થ સ્વરૂપ [ન મ7] જાણતો નથી, (તેમ જ) [નોદે ] મોહથી [સંવૃત] આચ્છાદિત થયેલું [જ્ઞાન] જ્ઞાન સ્વિમાવી વાસ્તવિક સ્વરૂપને નિ દિ મતે] જાણતું જ નથી. અર્થ – જેવી રીતે મેણો ચઢે તેવા મેણા-કોદરા ખાનાર પોતે પ્રાજ્ઞ હોવા છતાં, ઉન્મત્ત બનેલો હોવાથી પદાર્થોને બરાબર જાણી શકતો નથી. તે પોતાની શુદ્ધિ-બુદ્ધિ ખોઈ બેભાન જેવો થઈ જાય છે. તેવી જ રીતે જ્ઞાન મોહથી ઢંકાયેલું હોવાથી, અજ્ઞાનીને વસ્તુસ્વરૂપ જેમ છે તેમ ભાસતું નથી. તેથી તે દુઃખને સુખરૂપ અને સુખને દુઃખરૂપ માની લઈ વર્ચે જાય છે.