________________
અર્થ - ભૂખ, તરસ, કામવિકાર અને ક્રોધનાં કારણોને વિષયલુબ્ધ જીવો ઔષધ જેવાં માને છે; પરંતુ તે સુધાદિક શમાવવાના કારણરૂપ ઔષધ પરાધીન છે, ક્ષણિક છે અને પ્રયત્નથી, સાધ્ય છે. તેથી તેને યતીશ્વરો અત્યંત દૂરથી જ તજી
ભાવાર્થ – આ પ્રાણીને સુધા, તૃષા અને કામવિકાર સાથે દરરોજનો પ્રસંગ પડેલો હોય છે, તેથી તેને શમાવવાની તે ઇચ્છા કરે એ સ્વાભાવિક છે. પરંતુ તે શમાવવાનાં ખરાં કારણોને નહીં જાણવાથી ઊલટાં તેનાં ઉદીરક કારણોને તે સેવે છે અને તેનાં વડે તેની નિવૃત્તિ ઇચ્છે છે. આ શાસ્ત્રકાર તે બાબતમાં તેને સમજૂતી આપે છે કે – હે ભવ્ય પ્રાણી! સુધાં, તૃષા, કામવિકાર અને રોષના જે ઉત્પાદક હેતુ છે તેને તું ઉપશામક માને છે તેમાં તારી ભૂલ થાય છે. સુધાનું શમન ભક્ષ્યાભશ્ય જે મળ્યું તે ખાવાથી થતું નથી, પણ તેનું શમન કરવાના ઈચ્છકે તપસ્યા કરવી, પરિમિત પદાર્થો ખાવા, ખોરાકમાં નિયમિત થઈ જવું અને દિનપરદિન તેમાં ઘટાડો કરવો, તેથી ક્ષુધા શમે છે, મર્યાદામાં આવી જાય છે. તૃષા શમાવવાના ઈચ્છકે પેયાપેય પદાર્થોનું પાન ન કરવું, પરંતુ પરિમિત શુદ્ધોદકમાત્ર જ પીવું અને પરિમિત વખતે જ પીવું ઇત્યાદિ પ્રકારે નિયમન કરવાથી તૃષા કબજામાં આવી જાય છે. કામવિકારનું શમન ઇચ્છનારે તેનાં ઉત્પાદક કારણો ન સેવવાં, ઓછાં સેવવાં, સ્ત્રીસંસર્ગ ઘટાડવો, ઈન્દ્રિયો તેજ થાય તેવા પદાર્થો ને ખાવા, તેવી વાતો ન સાંભળવી, તેવી બુકો ન વાંચવી, વૃત્તિ શાંત રાખવી; એમ કરવાથી કામવિકાર શમશે. રોષ-ક્રોધ-દ્વેષ શમાવવાના ઈચ્છકે ક્ષમાને પ્રધાનપણું આપવું. દરેક વખતે ક્ષમા રાખવાનો, ક્ષમા કરવાનો અભ્યાસ પાડવો. રોષ કરવાની જરૂર જણાય ત્યારે પણ કાળક્ષેપ કરવો,