________________
શ્લોક-૧૭
૫૯ અર્થ – કૃત્રિમ એવું જે પાંચેય ઇન્દ્રિયોના વિષયો સંબંધી સુખ છે, તેને આ સંસારમાં ભ્રમણ કરતો કયો જીવ ન પામી શકે? વળી, જે સુખ સર્વ અધમ અને મધ્યમ મનુષ્યોમાં પણ દેખાય છે તેમાં શું આશ્ચર્ય છે? ભાવાર્થ – સાચું સુખ અને સાચા સુખનાં ઉત્પાદક કારણો સમજવાં જોઈએ. એ હકીકત આપણે ઉપરના શ્લોકમાં જોઈ આવ્યા. આ પ્રાણી સાંસારિક ઇન્દ્રિયજન્ય સુખને સાચા માની તેમાં આસક્ત થઈ જાય છે, દ્રવ્યાદિકની વિશેષ પ્રાપ્તિ થાય છે તો મદોન્મત્ત પણ થઈ જાય છે અને કેટલાક પાપી મનુષ્યોને આ ભવમાં સુખી જોઈને - સાંસારિક સુખોની તેમને પ્રાપ્તિ થયેલી જોઈને પુણ્ય-પાપનાં ફળને માટે શંકાશીલ બની જાય છે, તેને હિતશિક્ષા આપવા માટે આ કાવ્યમાં કર્તા કહે છે કે વૈષયિક સુખ તે કૃત્રિમ સુખ છે, સાચું સુખ નથી. તું પુત્ર,
સ્ત્રી, દ્રવ્ય, મકાન, બાગ-બગીચા વગેરેની કોઈ પાપી મનુષ્યને પ્રાપ્તિ થયેલી જોઈને મનમાં મૂંઝાઈ જાય છે, પણ પ્રથમ તો એ સુખ વાસ્તવિક નથી. વાસ્તવિક સુખ તે કહેવાય કે જેને પરિણામે દુઃખ ભોગવવું ન પડે. વૈષયિક સુખ તો પરિણામે અવશ્ય દુઃખ આપે છે. બીજું, તું ધારે છે તેવો તે સુખી અંદરખાનેથી હોતો નથી. તેના હૃદયની ઉપાધિઓની તેને જ ખબર હોય છે. તે ગુપ્ત વ્યાધિઓથી પીડાતો હોય છે. પુત્ર હોય છે તો શત્રુ જેવો થઈને મિલકતમાં ભાગ માંગતો હોય છે. સ્ત્રી રૂપવંત હોય છે તો દુરાચારી હોય છે, એટલે ઊલટી દુઃખને માટે જ થાય છે. વ્યાપાર પુષ્કળ ચાલતો દેખાય છે પણ અંદરખાને તરતું હોય છે કે બૂડતું હોય છે તેની કોને ખબર? હાટ, હવેલી, મકાનો તેનાં દેખાય છે પણ તેની માલિકી તેની રહી હોય છે કે ગીરો મુકાઈ ગયેલાં હોય છે તે કોણ જાણે છે? એવી રીતે ઉપરથી દેખાતાં સુખનાં સાધનોમાં પણ અંદર