________________
વિષયાદિ સુખ મળે તેમાં આશ્ચર્ય માનવા જેવું નથી, કારણ તેવું સુખ સર્વને અનેક વખત મળી ચૂક્યું છે –
શ્લોક-૧૭
यत् कृत्रिमं वैषयिकादिसौख्यं, भ्रमन् भवे को न लभेत मर्त्यः । सर्वेषु तच्चाधममध्यमेषु, यदृश्यते तत्र किमद्भुतं च ॥
પરિગ્રહો ને વિષયો થકી જે, કૃત્રિમ ને સ્વલ્પ સુખો મળે છે; તે તો મળે છે જગમાં બધાને, તેમાં અરે! તું હરખાય શાને?
Going through cycles of mundane existence, Which mortal does never come to experience Sensual, worldly pleasures - unreal, Unlasting, unnatural and incidental. All beings - whatever their spiritual stature, The lowest of lowly and the mediocre, Are seen to be enjoying worldly happiness, What wonder is it then, if you too possess?