________________
શ્લોક-૧૫
પ૩ અર્થ – આ મોહરૂપી શત્રુ બળાત્કારે માણસોનાં જ્ઞાન અને વિવેકનો નાશ કરે છે. વળી, મોહથી પરાભવ પામેલું આ જગત નાશ પામ્યું છે. આવો મોહ તત્ત્વના વિશિષ્ટ બોધથી નષ્ટ થાય છે. ભાવાર્થ – મોહ વિવેકનો ખરેખરો ટ્ટો શત્રુ છે એ હકીકત આપણે ઉપર પણ કહી આવ્યા છીએ. વિવેકની ઉત્પત્તિ જ્ઞાનથી થાય છે, તેથી જ્ઞાન પણ મોહના શત્રુ તરીકે ગણાય એમાં કાંઈ નવાઈ નથી. જ્ઞાન અને વિવેક વડે–પ્રાણી તત્ત્વને બરાબર સમજીને પછી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિના વિરોધી મોહને નિર્મૂળ કરવા મથે છે. એમ મોહ પણ પોતાને જ્યારે અવસર મળે છે ત્યારે - આત્મા જ્યારે તેના વશવર્તી થાય છે ત્યારે જ્ઞાન અને વિવેક બનેને નિર્મૂળ કરવાનો પ્રયત્ન કરે છે. આ યુદ્ધ. અનાદિ કાળથી આપણાં આત્મગૃહમાં ચાલ્યું જ આવે છે અને તેમાં આપણો આત્મા જેની તરફદારી કરે છે–તેનો જય થાય છે. આપણો આત્મા એટલો બધો અદઢસ્વભાવી થઈ ગયેલો છે કે તે ઘડીકમાં મોતને વહાલો મિત્ર સમજે છે અને ઘડીકમાં તેને કટ્ટો શત્રુ સમજે છે. મોહના સાધનભૂત સ્ત્રી, પુત્ર, પરિવાર, દ્રવ્ય, મકાન વગેરે ઉપર જે પ્રીતિ વધતી જાય છે તેથી મોહ પ્રબળ થતો જાય છે અને પોતાનાં મૂળ ઊંડાં ઊંડાં નાખતો જાય છે. આખું જગત તેણે પોતાને વશ કર્યું છે અને આત્માના ગુણોને વિનષ્ટ કરી દીધા છે. તેવા પ્રબળ મોહને દૂર કરવા માટે બળવાન કારણ ખરેખરો તત્ત્વબોધ કરવો તે જ છે. ખરેખરો તત્ત્વબોધ થવાથી મોહના પ્રત્યેક ચેષ્ટિત સમજવામાં આવે છે. એટલે પછી આ પ્રાણી કદી પણ તેનાથી છેતરાતો નથી, કોઈ પણ પ્રકારે તેને કબજે કરવાનો જ પ્રયત્ન કરે છે અને તેમાં પરિણામે તે ફતેહમંદ થાય છે. જગતના પ્રાણીઓ આ પ્રમાણે જાણે છે છતાં પણ