________________
શ્લોક-૩
૧૫ સંન્યાસીપણું અંગીકાર કરે છે, છતાં પણ જ્યારે તેમને શાસ્ત્રનું જ્ઞાન વધારે થાય છે ત્યારે દુનિયાના પદાર્થોને પ્રત્યક્ષ પ્રમાણ વડે સિદ્ધ થયેલા જોઈ બાળકની પેઠે તે પદાર્થો અંગીકાર કરવાનું તેઓ મન કરે છે. પરંતુ જો સર્વ પદાર્થો પોતપોતાના સ્વરૂપે સત્ય જ છે એમ બતાવવાની સાથે તેનું વિનાશીપણું સમજાવી વૈરાગ્ય પમાડવામાં આવ્યો હોય તો સમજુ રોગી જેમ સમજીને તજેલું કુપથ્ય તે રોગ હોય ત્યાં સુધી ફરી લેતો નથી; તેમ તે પણ અનિત્ય, વિનશ્વર, અંતમાં આપત્તિદાયી એવા સાંસારિક પદાર્થોનો ફરી સ્વીકાર કરે નહીં, કારણ કે તેણે સાચી રીતે તે પદાર્થોને કુપથ્ય તરીકે ધારી મૂકેલા હોય છે. આ પ્રકારે વસ્તુનો પારમાર્થિક બોધ થવાથી થયેલો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય અવશ્ય - સિદ્ધિપદને આપે છે.
સદ્ગુરુનું લક્ષણ શાસ્ત્રકારે એવું બતાવેલું છે કે જેમને આત્મસ્વભાવરૂપ નૈયિક ધર્મ તથા તેને પ્રગટ કરવાના સાધનભૂત અનેક અનુષ્ઠાનરૂપ વ્યવહાર ધર્મની જાણ હોય, વ્યવહારનિશ્ચય બને ધર્મને સેવનાર હોય, ધર્મમાં સદા તત્પર હોય અને હમેશા પ્રાણીઓને ધર્મનાં તત્ત્વનો ઉપદેશ કરનાર હોય.
धर्मज्ञो धर्मकर्ता च, सदा धर्मपरायणः । सत्वेभ्यो धर्मशास्त्रार्थ-देशको गुरुरुच्यते ।।
“જે ધર્મના જાણ, ધર્મના કરનાર, ધર્મમાં સદા તત્પર અને પ્રાણીઓને ધર્મશાસ્ત્રાર્થનો ઉપદેશ કરનાર હોય તે ગુરુ કહેવાય છે.”
આ પ્રકારના સદ્ગુરુના સંયોગથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થયેલો હોય તો તે દૃઢ થાય છે અને પ્રાપ્ત ન થયેલો હોય તો તેની પ્રાપ્તિ થાય છે.
ત્રીજો અનુભવજ્ઞાન દ્વારા કર્તવ્યનો દઢ નિશ્ચય તે આ