________________
૧૪
હૃદયપ્રદીપ વૈરાગ્ય થાય છે તે દુઃખગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. આ વૈરાગ્યના બળથી જો કે તે જીવ સંસારનો ત્યાગ કરે છે તોપણ જ્યારે ચારિત્રમાં અનેક પ્રકારના પરિષહઉપસર્ગોનું દુઃખ આવી પડે છે ત્યારે ગૃહસ્થાવાસની ઇચ્છા કરે છે. પારમાર્થિક આત્મકલ્યાણના હેતુભૂત શાસ્ત્રો ભણવાને બદલે જ્યોતિષ, વૈદક આદિ શાસ્ત્રનો અભ્યાસ કરે છે; કારણ કે જ્યારે પાછો ગૃહસ્થાવાસ અંગીકાર કરે ત્યારે તે તેને આજીવિકાના સાધનભૂત થાય. પારમાર્થિક અગર બીજા પ્રકારનું કદાચિત્ કંઈક જ્ઞાન મેળવે છે તો તેથી પણ પોતે ઘણો જ મગરૂર બની જાય છે. આ પ્રકારનું તે વૈરાગ્યનું સ્વરૂપ હોય છે છતાં પણ જો તેવા વૈરાગ્યવાળો સર્વથા ગીતાર્થ ગુરુને આધીન રહે અને તેમના કહેવા મુજબ જ જો આત્મસાધન કર્યા કરે તો તે પણ મુક્તિપદને સાધી શકે છે, પણ તેમ બની શકવું તેવા વૈરાગ્યવાળાને બહુ મુશ્કેલી ભરેલું હોય છે. બીજો મોહગર્ભિત વૈરાગ્ય અન્ય દર્શનીઓનાં શાસ્ત્રોના સંસ્કારથી સંસારનું દૂષિતપણું જોઈને થાય છે. જો કે તેથી તે બાલતપસ્વીપણું અંગીકાર કરે છે તોપણ તેને શીધ્ર મોક્ષફળ મળી શકતું નથી. ત્રીજો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કે જે સ્યાદ્વાદ શૈલીથી સંસારનું વિકરાળ સ્વરૂપ યથાસ્થિતપણે જાણવાથી પ્રાપ્ત થાય છે, તે જલદી સિદ્ધિપદને આપી શકે છે. વેદાંત શાસ્ત્રાનુસારી વૈરાગ્ય મોહગર્ભિતમાં અંતર્ભત છે. તેનું સ્વરૂપ એવું હોય છે કે જેમ એક બાળકને કોઈ વ્યાધિ હોવાથી મીઠી ચીજ અપથ્ય હોય છે તેને છી છી' શબ્દ વડે મુકાવી દેવામાં આવે છે, પણ જ્યારે તે બાળક મા-બાપને દેખતો નથી ત્યારે તે ચીજ ઉપાડી લઈ એક વખત જો તેનો સ્વાદ ચાખી લે છે તો ફરીથી છી છી’ શબ્દ તેનાં મા-બાપ બોલે છે છતાં પણ તે તે ચીજને મૂકતો નથી. તેમ સંસારમાં રહેલા પદાર્થોને વેદાંતીઓ વગેરે સંસારમાં વર્તતા અજ્ઞાનીઓને ઇન્દ્રજાળ જેવા બતાવે છે. તે ઉપરથી કેટલીક વખતે તેઓ વૈરાગ્ય પામી