________________
શ્લોક-૩
૧૩ અર્થ – જેના ચિત્તમાં નિશ્ચ સમ્યક્ પ્રકારની વિરક્તિ હોય અને જેના ગુરુ સમ્યક્ પ્રકારે તત્ત્વને જાણનાર હોય તથા સર્વદા અનુભવ વડે જે દઢ નિશ્ચયવાળો હોય તેને જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે, બીજાને નહીં. ભાવાર્થ – હવે ત્રીજા શ્લોકમાં કેવા સ્વરૂપવાળો જીવ મોક્ષ પામી શકે તેમજ કેવા સ્વરૂપવાળો જીવ મોક્ષ ન પામી શકે તે સંથકાર બતાવે છે.
નિશ્ચય કરી જેના હૃદયમાં રૂડી રીતની વૈરાગ્યદશા પ્રાપ્ત થયેલી હોય, ઉત્તમ પ્રકારે યથાવસ્થિત જૈન શાસ્ત્રોનાં રહસ્યનું જ્ઞાન જેને હોય એવા સદ્ગુરુની જેને પ્રાપ્તિ થયેલી હોય, અનુભવજ્ઞાન મેળવવા વડે જે પ્રાણી પોતે જેવી રીતે આત્મગુણોની અંદર રમણતા કરવી જોઈએ તેવા કર્તવ્યમાં દઢ નિશ્ચયવાળો બનેલો હોય તેની સિદ્ધિ થાય છે; તે થકી અન્ય કે જેણે ઉત્તમ વૈરાગ્ય પ્રાપ્ત કર્યો નથી, જેને ઉત્તમ ગુરુનો સમાગમ મળ્યો નથી, વળી જેણે અનુભવ તો સ્વપ્નામાં પણ દીઠો નથી તેવા જીવની મુક્તિ થઈ શકતી નથી.
આ શ્લોકમાં શાસ્ત્રકારે મુક્તિગમનના સાધનભૂત ત્રણ પદાર્થો બતાવ્યા છે. પ્રથમ વૈરાગ્ય, બીજો ઉત્તમ ગુરુસમાગમ અને ત્રીજો અનુભવજ્ઞાન દ્વારા કર્તવ્યનો દઢ નિશ્ચય. હવે પ્રથમ પદાર્થ જે વૈરાગ્યરૂપ બતાવ્યો છે તેનું વિવેચન કરવાની ખાસ જરૂરિયાત રહે છે, કારણ કે તે વિષયને પુષ્ટ કરવાને જ આ પ્રયાસ આદરેલો છે.
વૈરાગ્ય ત્રણ પ્રકારના હોય છે. એક દુઃખગર્ભિત, બીજો મોહગર્ભિત અને ત્રીજો જ્ઞાનગર્ભિત. “તવૈરાએ મૃત દુઃમોરંજ્ઞાનાન્ડયાત્રિધા ” અનેક પ્રકારનાં શરીર સંબંધી મનુ, સંબંધી તેમજ કુટુંબ સંબંધી દુઃખો દેખીને સંસારના પદાર્થોથી