________________
૧૦
હ્રદયપ્રદીપ
છે. કેટલીક વખત એક માણસની પાસે કાર્યસિદ્ધિ કરવાના બન્ને પદાર્થો નથી હોતા, તોપણ જો બે ગુણવાળા બન્ને માણસો ભેગા મળી શકે તો અવશ્ય કાર્ય સાધી શકે છે. संजोगसिद्धिइ फलं वयंति, न हु एगचक्केण रहो पयाइ । अंधो य पंगू य वणे समेच्चा, ते संपउत्ता नगरं पविठ्ठा ॥
“જ્ઞાનીઓ સામગ્રીના સંયોગની સિદ્ધિથી ફળ બતાવે છે. એક ચક્રથી રથ કોઈ પણ વખતે ચાલી શકતો નથી. અંધ તથા પંગુ વનમાં એકઠા થયા અને તે બન્ને જોડાયા તો નગરમાં પેઠા.” દૃષ્ટાંત આ પ્રમાણે “એક વનમાં દાવાનળ લાગેલો હતો, ત્યાં એક આંધળો માણસ હતો અને એક પાંગળો માણસ હતો. આંધળાને નહીં દેખાવાથી દાવાનળ વિનાની દિશાએ રસ્તો લેવો શક્ય નહોતો, પાંગળો દાવાનળ વિનાની દિશાને દેખી શકતો હતો પણ ચાલવાની શક્તિ નહીં હોવાને લીધે તે દાવાનળરહિત રસ્તે ચાલવા અસમર્થ હતો. આ દરમ્યાનમાં દૈવયોગે તે બે એકઠા મળ્યા; અને એકસંપ કરી આંધળાએ પાંગળાને પોતાની ખાંધે બેસાડ્યો. પાંગળો રસ્તાની સૂચના જેમ જેમ ડાબા, જમણી બતાવી કરવા લાગ્યો, તેમ તેમ તે તરફ ચાલી આંધળો તેનો અમલ કરતો ગયો. એમ બન્ને એકઠા મળ્યા અને પરસ્પર યોગ્ય ઉદ્યમ કર્યો તો તેઓ વાંછિત નગરે પહોંચ્યા અને દાવાનળથી થતી મરણની આપત્તિથી બચ્યા.” આ જ રીતે દુઃષમ કાળના પ્રભાવે બહોળતાએ જ્ઞાનક્રિયારૂપ બન્ને પદાર્થ સાથે એક પ્રાણીમાં હોવા મુશ્કેલ છે, તોપણ ઉપર બતાવેલા દૃષ્ટાંતની માફક જો બન્ને એકઠા મળી, એકસંપે રહી, પોતપોતાની ફરજ બજાવી લે તો તેઓ અતિ અલ્પ અનુભવીઓ જે આ શ્લોકમાં બતાવેલા છે તેઓની પેઠે - મોક્ષસુખની સિદ્ધિ કરવાની સાથે જૈન શાસનનો પણ ઉદ્યોત રૂડી રીતે કરી શકે. સુજ્ઞ જનોને ઘણું કહેવાથી સર્યું.
-