________________
શ્લોક-૨ સંસારરૂપ ફળ આપવાવાળી થાય છે.
समइपवित्ती सव्वा, आणाबझ्झत्ति भवफला चेव । तिथ्थयरुद्देसेणवि, न तत्तओ सा तदुद्देसा ।।
“પોતાની મતિકલ્પનાપૂર્વક જ્ઞાન અગર ક્રિયા સાધવા કરેલી સર્વ પ્રવૃત્તિ તીર્થંકર મહારાજની આજ્ઞાની બહાર હોવાને લીધે કેવળ સંસારવૃદ્ધિરૂપ ફળને આપનાર થાય છે. જો કે તે મતિકલ્પનાપૂર્વક પ્રવૃત્તિ કરનારાઓ પોતાથી કરાતી પ્રવૃત્તિને તીર્થકરે બતાવેલી છે એમ માને છે તો પણ તે પ્રવૃત્તિ પરમાર્થથી જોતાં તીર્થકરે બતાવેલી છે જ નહીં; અને તેથી જ સંસારવૃદ્ધિરૂપ ફળને તે આપે તેમાં નવાઈ જેવું નથી. આ ઉપરથી સુજ્ઞ જનો સમજી શકશે કે અનુભવજ્ઞાન મેળવવામાં તો જો કે વખત લાગે તેમ હોય તો પણ તેના પહેલા વખતમાં અવળા માર્ગે તો જવું જોઈએ જ નહીં.
એક માણસની આંખો ગઈ એટલે ‘તેના હાથ-પગ શું કામના છે?' એમ કહી તેને નિરુપયોગી કરી નાંખવા તે વ્યાજબી કહેવાય જ નહીં. તેના હાથ-પગ સાજા રાખવાની સાથે તેનાં ચક્ષુ સાજા કરવા અગર કરાવવા તે વ્યાજબી કહી શકાય. એક માણસ દેખતો હોય અને પાંગળો હોય તો “આની આંખો શું કામની છે?' એમ ધારી તેની દૃષ્ટિ બંધ કરી દેવી એ કાંઈ વ્યાજબી ગણાય જ નહીં, પણ તેના હાથ-પગ સાજા થાય તેને માટે ઉદ્યમ કરવો એ વ્યાજબી કહેવાય; તેમ જે માણસો જ્ઞાન શીખી શકતા હોય પણ ક્રિયા ન કરી શકતા હોય તો તેઓને જ્ઞાનનો અભ્યાસ છોડાવી દેવાની જરૂર નથી, પણ ક્રિયામાં ધીમે ધીમે પ્રેરણા કરી પ્રવર્તાવવાની જરૂર છે. કેટલાક ક્રિયા કરી શકતા હોય અને જ્ઞાન ન આવડતું હોય તો તેઓથી થતી ક્રિયા મુકાવી દેવાની જરૂર નથી, પણ હરકોઈ પ્રકારે તેઓ જ્ઞાનવાળા થઈ શકે તેવો ઉદ્યમ કરાવવાની જરૂર