________________
હૃદયપ્રદીપ ચારિત્રમોહનીયના ક્ષયોપશમાદિકે કરી યથાર્થ વર્તવા સમર્થ છે તેના ઉપર આદરવાળા રહે અને પોતે પણ ચારિત્રમોહનીય તોડવાના ઉદ્યમમાં તત્પર રહે તો કેટલાક વખત પછી પણ અવશ્ય મોક્ષપદને સાધી શકે છે. હવે ત્રીજો વર્ગ કે જે ચારિત્રમોહનીય તથા પ્રકારનું પ્રબળ નહીં હોવાને લીધે કરવા સમર્થ છે પણ જ્ઞાનાવરણીય કર્મના ઉદયને લીધે આદરવા યોગ્ય તથા છાંડવા યોગ્ય પદાર્થને સમજી શકતો નથી. આ વર્ગ પણ જેઓ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમના બળે કરી પદાર્થનાં સ્વરૂપને જાણતા હોય, તેઓની વિનયભક્તિ કરવામાં તત્પર રહે અને પોતે જ્ઞાનાવરણીય કર્મ ખપાવવા માસતુષ નામના પ્રસિદ્ધ, મુનિમહારાજની પેઠે સાવધાન રહી કંટાળારહિતપણે ઉદ્યમ કરે અને જ્યાં સુધી પોતાને હિતાહિતનું જ્ઞાન ન થાય, ત્યાં સુધી જ્ઞાનીની નિશ્રાએ રહી તેમજ કર્યા કરે તો તે પણ કેટલાક કાળે અવશ્ય મુક્તિપદ પ્રાપ્ત કરે. પણ જેઓ કેવળ શુકપાઠરૂપ જ્ઞાન મેળવી ચારિત્રવંતો ઉપર અરુચિવાળા હોય, એટલું જ નહીં પણ તેવાઓના અવર્ણવાદ બોલવાથી અને તેઓની અવજ્ઞાથી કેવળ પોતાની માન-પૂજા વધારવાની વાંછા રાખતા હોય તે તથા જેઓ ક્રિયા કરવા સમર્થ હોય પણ જ્ઞાનની તો કંઈ ખબર જ ન હોય છતાં દુનિયામાં અદ્વિતીય માન મેળવવા માટે કેવળ બાહ્ય ક્રિયાનો ડોળ કરી જ્ઞાનીઓનાં ચરણારવિંદની સેવા દ્વારા જ્ઞાનાવરણીય કર્મ તોડવાનો ઉદ્યમ તો ક્યાંથી કરે! પણ ઊલટા જ્ઞાનનાં સાધનોની તથા જ્ઞાનીઓની અતિ આશાતના કરતા હોય તેવા પ્રાણીઓ તો અનંત સંસારી હોવાની સાથે જૈન શાસનની મર્યાદાથી બહાર જ છે એમ સમજવું. જો કે શુષ્ક જ્ઞાન અથવા શુષ્ક ક્રિયાવાળા પોતાની મતિકલ્પનાથી અમે જૈન શાસનમાં છીએ એમ માને છે તોપણ તેઓનું જ્ઞાન અગર ક્રિયા કેવળ મતિકલ્પિત હોવાથી તેઓ આજ્ઞાથી પરાભુખ હોય છે, તેથી તે વસ્તુ કેવળ તેમને