________________
શ્લોક-૩૫
૧૧૩
અર્થ આ સંસારમાં નિશ્ચે જેમ જેમ સેંકડો કાર્યો વડે વ્યાકુળ
થયેલું આ ચિત્ત કોઈ પણ ઠેકાણે વિશ્રામઁને પામતું નથી, તેમ તેમ સાર તત્ત્વના વિચારરહિત પ્રાણીઓને હૃદયમાં રહેલા એવા પણ આ આત્મતત્ત્વની પ્રાપ્તિ દુર્લભ થાય છે.
-
આ પ્રાણીને આ સંસારમાં કર્તવ્ય તરીકે અનેક
ભાવાર્થ કાર્યો ઉપસ્થિત થાય છે, પરંતુ તે સર્વ કરી શકાતાં નથી;
ચિત્ત એક તેથી આ
પરંતુ એવી રીતે અનેક કાર્યમાં વ્યગ્ન રહેવાથી તેનું પણ કાર્યમાં બરાબર એકાગ્ર થઈ શકતું નથી. કાવ્યમાં એવી શિક્ષા આપવામાં આવે છે કે હે ભવ્ય પ્રાણી! જો તારે કોઈ પણ કાર્ય બરાબર કરવું હોય તો પ્રથમ સારાસાર કાર્યનો વિચાર કર અને પછી તેમાં જે કાર્ય સારભૂત જણાય તે કાર્ય કરવાનો પ્રયત્ન કર, કેમ કે માત્ર એકાદ કાર્ય જ જો કર્તવ્યપણે નક્કી થશે અને તેમાં જ પૂરતો પ્રયત્ન ક૨વામાં આવશે તો તે કાર્ય બરાબર થશે અને ચિત્તને પણ વિશ્રાંતિ મળશે. જેઓ તમામ કાર્યમાં મચ્યા રહે છે તેઓ એક પણ કાર્ય યથાસ્થિત કરી શકતા નથી તેમજ તેમને સારાસારની વહેંચણી કરતાં આવડતી નથી એમ સિદ્ધ થાય છે. ખરા તત્ત્વની પ્રાપ્તિ પણ તેમને થઈ શકતી નથી, કેમ કે જેની તત્ત્વો જાણવાની કે મેળવવાની ઇચ્છા હોય છે, તે પ્રથમ તત્ત્વાતત્ત્વની ગવેષણા કરે છે અને અતત્ત્વને તજી દઈ તત્ત્વ મેળવવાનો જ પ્રયત્ન કરે છે. આ પ્રમાણે થવાથી ખરા સારભૂત કાર્યને તે યથાર્થ કરી શકે છે અને તેમાં તેનું ચિત્ત વિશ્રાંતિ પામે છે. આત્મહિત પણ ત્યારે જ થઈ શકે છે. આ જગતમાં ઘણા ઉદ્યોગપરાયણ મનુષ્યો અનેક કાર્યમાં માથું મારતાં દૃષ્ટિગોચર થાય છે, પરંતુ તેઓ એક પણ કાર્ય પૂર્ણ કરી શકતા નથી. જેઓ ઉપસ્થિત થતાં સર્વ કાર્યમાંથી ખરી જરૂરનાં અગત્યનાં વિશેષ લાભકારી સ્વ-પરહિતકારી
-
=
-
-
-