________________
શ્લોક-૩૩
૧૦૭ અર્થ – આ સંસારમાં પ્રાણી જ્યાં સુધી મનની સ્વસ્થતાના સુખને જાણતો નથી, ત્યાં સુધી જ તેને વિષયાદિક ભોગમાં સુખની ઇચ્છા હોય છે, પરંતુ મનની સ્વસ્થતારૂપી સુખનો એક લેશ માત્ર પણ પ્રાપ્ત થયે છતે તે પ્રાણીને ત્રણ જગતના રાજ્યને વિષે પણ વાંછા થતી નથી. ભાવાર્થ – સ્વસ્થપણાના સુખનો અંશ પણ એટલો કિંમતી છે કે જેની પાસે ત્રણ લોકના રાજ્યનું સુખ પણ તુલનામાં આવી શકતું નથી; કેમ કે પ્રથમનું સુખ અવિનાશી છે ત્યારે બીજું ઉપાધિજન્ય છે, પહેલું કર્મમાત્રને રોકનાર છે ત્યારે બીજું કર્મનો તવ બંધ કરાવનાર છે, પહેલું સંસારમાંથી મુક્ત કરાવનાર છે ત્યારે બીજું પરિભ્રમણ કરાવનાર છે. ઇત્યાદિ અનેક પ્રકારે તે બન્ને પ્રકારનાં સુખમાં રાત્રી અને દિવસ જેટલું અથવા ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જેટલું અંતર છે. કાવ્યકાર કહે છે કે - આ પ્રાણીને વિષયજન્ય સુખની ઇચ્છા ત્યાં સુધી જ થાય છે કે જ્યાં સુધી તેણે સ્વસ્થપણાના સુખના લેશનું પણ આસ્વાદન કર્યું નથી. એ હકીકત વાસ્તવિક છે કે જ્યારે અમૃતના એક લવનો પણ આસ્વાદ પ્રાપ્ત થાય તો પછી તે પ્રાણીને અન્ય પદાર્થોના ઉપભોગની ઇચ્છા રહે જ નહીં. પરંતુ સ્વસ્થપણાનું સુખ મેળવવું એટલું બધું મુશ્કેલ છે કે જ્યાં સુધી આ પ્રાણીની લાઇન જ - દિશા જ ન બદલાય, ત્યાં સુધી તે કોઈ રીતે પ્રાપ્ત થઈ શકે તેમ નથી. જ્યારે આ પ્રાણી પોતાની દિશા બદલશે, કંચન-કામિનીની તૃષ્ણા તજી . દઈ તેને વિષરૂપ સમજશે, તે બાજુ ઢળ્યા જ કરે છે તે તજી દઈ પોતાનો પ્રવાહ જ જ્ઞાન-ધ્યાન તરફ વાળશે ત્યારે પ્રથમ તેને આત્મિક સુખની ગંધ પ્રાપ્ત થશે અને પછી ક્રમે ક્રમે સ્વસ્થપણાનું સુખ નજીક થતાં તેનો સ્વાદ પણ તે મેળવશે. એટલા માટે સમ્યગ્દષ્ટિ જીવ જેમ પોતાની લાઈન જ બદલી