________________
છે. આ અક્ષરોમાં સમાયેલ છે તે અનક્ષર છે. આ અક્ષરોનાં આકારમાં છે એ નિરાકાર. નિરાકારને સાકાર કરીએ. સાકારનો સાક્ષાત્કાર કરીએ. કેમકે નામની સાથે પરમાત્માનાં નામકર્મનાં પુણ્યમય પુદ્ગલોનો સંચાર હોય છે. પવિત્ર પુરુષો ઉત્તમ સમયમાં જન્મ લે છે. તેમનું નામ કર્મપણ ઉત્તમ હોય છે. ભકતામર સ્તોત્રમાં કહ્યું છે,
ચૈઃ શાન્તરાગરુચિભિઃ પરમાણુભિરૂં, ' નિર્માપિતસ્ત્રિભૂવનૈક લલામ ભૂતા તાવાએખલુ તેણુણવઃ પૃથીવ્યાં,
યત્તેસમાનમપર નહિ રૂપમસ્તિ ! હે પરમાત્મા!તારું નિમાર્ણ એ પવિત્ર પરમાણુઓ દ્વારા થયું છે જે આ સંસાર માં ફકત એટલા જ હતાં. જન્મ સમયે પ્રકૃતિના શુભત્વનું જોડાઇ જવું એ એમના પુણ્યબળ ને કારણે જ થાય છે. ટૂંકમાં નામ માત્ર ભાષા વર્ગણાનાં પુદગલોનો સમુહવાચક શબ્દ છે. એ પવિત્ર અને પુણ્યમય હોવાને લીધે એનું આલંબન લેવામાં આવે છે. એને યથાવત અન્તર્ગત કરવાની વિધિ પણ નક્કી કરવામાં આવેલી છે.
ધ્યેયમાં ઉપયોગીની એકતા આલંબન છે. આમ્નાય નાં અનુસાર શ્રધ્ધા અને નિષ્ઠા સાથે એને સક્રિય કરવી એને સમાલંબન કહેવામાં આવે છે. લોગસ્સ સૂત્રની
આ વિધિમાં નામ અને નામીની રૂપ અને રૂપીની વાચ્ય અને વાચકની એકાત્મકતા પ્રગટ થાય છે. આ એકાત્મક મંત્ર પ્રતિષ્ઠા, તત્વપ્રતિષ્ઠા, પ્રાણપ્રતિષ્ઠા અને ચૈતન્ય પ્રતિષ્ઠા થી જોડાઇને એક સંપૂર્ણતા પ્રગટ કરે છે.
જ્યારે ધ્વનિ ઉત્પન્ન થાય છે ત્યારે અક્ષર હોય છે. અક્ષર જ્યારે બોલાય છે ત્યારે શબ્દ બને છે. શબ્દ જ્યારે મહાપુરુષોનાં નામ સાથે જોડાઇને રટણનું સ્વરૂપ લે છે ત્યારે એમા મંત્ર પ્રતિષ્ઠા બને છે. મંત્રમાં પરમપુરુષ જ્યારે તત્વ રૂપે જોડાય છે ત્યારે તત્વપ્રતિષ્ઠા થાય છે. એમા જ્યારે મંત્ર, તત્વ અને પ્રાણ ધારાની એકાત્મકતા જોડાય છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. અને જ્યારે આત્માનો પરમાત્મા સાથે અભેદ થાય ત્યારે ચૈતન્ય પ્રતિષ્ઠા થાય છે. તમે જ્યારે જ્યારે ભાવપૂર્વક લોગસ્સ બોલશો ત્યારે ત્યારે આ બધું એની મેળે થઇ જશે. જેમ આપણે ભોજનની પાચક ક્રિયા વિશે સાંભળીએ છીએ, ત્યારે એ એક લાંબી પ્રક્રિયા લાગે છે. મોઢામાં મૂકશો, ચાવશો, અન્ન નળીથી નીચે ઉતારશો વગેરે સાંભળવું સમજવું અને યાદ રાખવું અઘરું છે પણ આપણે જયારે જમીએ છીએ ત્યારે બધી પ્રક્રિયાઓ ક્રમબધ્ધ એક સરખી એની રીતે થતી જાય છે. સાંભળવા અને સમજવામાં જે અઘરું લાગતું હોય છે તે ક્રિયા વખતે ખૂબ જ સરળ રીતે થઇ જાય છે. આવી જ રીતે લોગસ્સ પણ પ્રાણધારા સાથે જોડાતા એકદમ સરળ બની જશે, એને બિલકુલ અઘરું માનશો નહીં.
[71] .