________________
ધાતુની દ્રષ્ટિએ રિટ્ટનેમિ શબ્દ રિષ ધાતુ થી બન્યો છે. જેનો અર્થ ઇજા પહોંચાડવી એવો થાય છે. આ અર્થ દ્વારા કર્મ કષાયોને ખતમ કરવા વાળા પરમાત્મા એવો અર્થ થઇ શકે છે.
નેમિનો અર્થ પરિધિ,તટ, વૃત, પૃથ્વી વગેરે અર્થ થાય છે. જેથી સિધ્ધશિલા નાં સ્વામી એવો અર્થ થાય છે. બધાંને ભેગા કરતા એનો જે મહા અર્થ બને છે એ છે અવિનાશી. નિર્વાણ સ્થિતિ રૂપ પિસ્તાળીસ લાખ જોજન વાળી અર્ધ ચંદ્રાકાર સિધ્ધશિલા પર શાશ્વત સ્થિતિનાં સ્વામી રિટ્ટનેમિ ભગવાન! મારા પર આ સ્થિતિની પ્રાપ્તિનો અનુગ્રહ કરો.
(૨૩) પાસ - પાર્થ અર્થાત્ સર્વ. પાર્થ અર્થાત્ વિભાગ. સર્વ ભાવોનાં જ્ઞાતા પરમાત્મા પાર્શ્વનાથ! આપ મારા બધાં પાસાઓને જાણો છો, ચ્યવન પછી તમારા પ્રભાવે તમારી માતાએ તમારા પિતા પાસે સપ્ત ફણીધર નાગને જોઇને હાથ ઉંચો. કરી દીધો. પિતાજી એ પૂછયું કે આટલા અંધારામાં તને સાપ કેવી રીતે દેખાણો? ત્યારે જ તમારી માતાએ તમારા આગમનની ની વાત તમારા પિતાશ્રીને કરી હતી. પ્રભુ વિષય કષાયનાં વિષધરો મારી આજુબાજુ ફરી રહ્યાં છે. તમારા સિવાય તેમનાથીમને બીજું કોણ બચાવી શકશે?
(૨૪) વઢઢમાણ:- હે વર્ધમાન રાજકુમાર ! અવેદી માતા બની તમને અમારા નાભિચક્રમાં સ્થાપિત કરીએ છીએ. તમે અમારા આત્મ ભાવોમાં આત્મ સ્ત્રાવોમાં સ્વભાવોમાં પ્રભાવોમાં નિરંતર વર્ધમાન બનતા રહ્યાં. તમારું નામ સ્મરણ અમારા આત્મ ગુણોને વર્ધમાન કરતું જ રહે છે.'
ભાવનાત્મક અને મંત્રાત્મક શૈલીમાં તમે ચોવીસે જિનેશ્વરોનું નામ સાંભળી ચૂક્યાં. એમના સામાન્ય અર્થ પણ તમારા ધ્યાનમાં છે. કીર્તનની શૈલીમાં, ચક્રોની વિધિમાં હવે ત્રણે ગાથાઓનું સાથે સ્મરણ કરીએ. પેલા ધ્યાનથી સાંભળો. પછી પાછું ઉચ્ચારણ સંભળાવવામાં આવશે.
ઉસભામજિસં ચવૈદે, સંભવમભિગંદણં ચ સુમધું ચા પઉમuહં સુપાસ, જિર્ણ ચ ચંદuહં વંદે II સુવિહિં ચ પુષ્કદંતં સીઅલ સિર્જાસવાસુપુજંચા વિમલમહંતં ચ જિર્ણ, ધર્મો સંતિ ચ વંદામિ | કુથું અરં ચ મલ્લિ વંદે મુણિસુવર્ય નમિનિણં ચા વંદામિ રિવ્રુનેમિ પાસે તહ વધ્ધમાણે ચા
ગયા પ્રવચનમાં વર્ણવેલી વિધિ પ્રવચન પછી તમને ફરી વખત સમજાવી પ્રયોગાત્મક રૂપે કરાવવામાં આવશે. ગાથાને અંદરથી ખોલી, એના એક એક શબ્દોનો રસ પીતા પીતા પરમાત્માના નામને આત્મસાત્ કરવાનો છે. આ અક્ષર દેહ
[70 ]