________________
(૨૦) મણિસુવયં - હે મુનિઓના મહામુનિ!. આગાર અને અણગાર એમ બન્ને પ્રકારનાં વ્રતોસ્વરૂપ વિરતિ ધર્મનાં મૂળ આધાર છો. મિથ્યાત્વ પછી અવિરતિનો પણ સંસારનાં પરિભ્રમણમાં બહુ મોટો ભાગ રહ્યો છે, આજ્ઞા ચક્રમાં આજે તારી મુલાકાત થતાં હવે મારા ધ્યાનમાં આવ્યું કે મેં અનેક વાર સંયમ લઇ અણગાર વ્રત ધારણ કર્યો પણ મારું વ્રત તારા વિના, તારી આજ્ઞાવિના સુવ્રત ન બન્યું. મુનિ બનવા છતાંયે મુનિત્ત્વ પ્રગટ ન થઇ શક્યું. તારી આજ્ઞા અને સાનિધ્ય ન હોવાને લીધે વ્રતોમાં સુરુચિ અને સુપ્રુભાવ ન રહ્યો હવે આજે આજ્ઞા ચક્રમાં તમારી પ્રતિષ્ઠા કરી મોક્ષદાયી વિરતિ ધર્મનો મારે સ્વીકાર કરવો છે.
(૨૧) નમિજિર્ણ - સહસ્ત્રાર ચક્ર મસ્તિષ્કનું પ્રતીક છે. “નમિ” નામ નમસ્કારનું સ્વરૂપ છે. નમસ્કારનાં ભાવોની સાથે તમને નમવાના ભાવો જાગે છે. તમારા જન્મનાં સમયે દુર્દાત્ત દુશ્મનોએ આખા નગર અને સૈન્ય સાથે તમારા પિતાને ઘેરી લીધેલા. અચાનક તમારી માતા આ જોવા અટ્ટાલિકા પર આરૂઢ થઇ એમને જોઇને બધાં દુશ્મનોએ માથા નમાવી દીધાં. સમર્પિત અને શરણાગત બની ગયા. બાહ્ય દુશ્મનોની જેમ વિષય, કષાય, પરિષહ, ઉપસર્ગ વગેરે દરેક શત્રુઓને તમે નમાવી નમિ નામ સાર્થક કર્યું. તમારા ચરણોમાં અમારું મસ્તક નમાવી તમારા નમનના પ્રયોગને ધારણ કરી અમારા પ્રાણ પ્રવાહને કરોડરજ્જુનાં માર્ગ તરફ નમાવીએ છીએ.
(૨૨) રિટ્ટનેમિં -નેમિ અર્થાત ચક્ર અરિષ્ટ નેમિનો અર્થ છે, અપમંગળ, અબ્રહ્મભાવ ને ખતમ કરવા વાળા ચક્ર જેવા અરિષ્ટનેમિ ભગવાન. હે અરિષ્ટનેમિ ભગવાન!. લગ્નના મંડપ સુધી આવ્યા અને રાજુલની સાથે સંસારનો પૂર્ણવિરામ કરવા વાળા તમે રાજુલ ને કઇ શકિત આપી કે બળાત્કાર કરનાર પુરુષ જાતિ વાળા રથનેમિ ને ઉપદેશ દઇસ પ્રગટ કરાવવાનું સફળ સામર્થ્ય પ્રગટ થયું? નારી હોવા છતાં જેણે ઉત્તેજિત રાયનેમિની વાસના બાળીને ભષ્મ કરી નાખી. આજે મારા મૂળાધારનાં મંડપમાં પધારી મારો પણ સંસાર સમાપ્ત કરી દો. મારું સમગ્ર અસ્તિત્વ તમને અવિરામ અર્પણ છે.
આ શબ્દનો પ્રયનેમિશબ્દ પ્રયોગપણ પ્રસિધ્ધ છે. સંયમને રથ સમજી શાસ્ત્રમાં પ્રવજ્યા માટે અઢાર હજાર શિલાંગરયનાં ગુણ બતાડેલા છે. સંયમ રૂપી રથ છે, જેમાં આરૂઢ થઇ મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. આ રચનાં નેમિ અર્થાત પૈડાની ધરીઓ જે ૧૮૦૦૦ હોય છે. હે રથનેમિ ભગવાન! તમારું નામ સ્મરણ જો એકવાર પણ કરવામાં આવે તો ૧૮૦૦૦ ગુણ પ્રગટ થાય છે, રિટ્ટનેમિ શબ્દમાં નેમિની આગળ રિટ્ટ શબ્દ લાગેલો છે. જેના કેટલાયે અર્થો થાય છે. અરિષ્ઠ શબ્દનો અર્થ સુખ, સૌભાગ્ય, અખંડ, પૂર્ણ, અવિનાશી વગેરે થાય છે. આ બધું સુલભ રીતે પ્રાપ્ત કરી આપનારા પરમાત્મા છે.
[ 69].