________________
શાંતિનું પ્રસારણ અહીંથી જ થાય છે.
(૧૭) કુંથું - આ જ શાંતિને આપણે સૂક્ષ્મ કરી નાભિનાં મણિમાં પ્રવેશ કરાવીએ તો એ સૂક્ષ્મ બની, ઉર્જામય બની, પ્રાણમય બની, ચેતનામય બની જાય છે. સૂક્ષ્મ ને કુંથુ કહે છે, સૂક્ષ્માતિ સૂક્ષ્મ જીવો પર કરુણા કરવા વાળા પરમાત્મા! મને શિધ્ર તારશો એવો વિશ્વાસ છે. તમારું શરણું અંગીકાર કરું છું. મને ચરણોમાં સમાવી લો.
પરમાત્મા મહાવીરનું શરણું લઇ ચમરેન્દ્ર, શક્રેન્દ્રરની ઉપર પરિધ નામનું શસ્ત્ર ફેંકવા ગયો હતો. પ્રત્યુત્તરમાં શક્રેન્દ્ર એ તેની ઉપર વજપાત કર્યો હતો. જે ચમરેન્દ્રને ખતમ જ કરી નાખત પરંતુ અવધિ જ્ઞાનથી એને પરમાત્માનાં શરણે ગયેલો જોઇ સૌધર્મેન્દ્રએ એ શસ્ત્ર પાછું ખેંચી લીધુ ત્યારે એ પ્રભુ ચરણથી ચાર આંગળ જ દૂર રહી ગયું હતું. ભયભીત ચમરેન્દ્ર કંચવાનું રૂપ લઇ પ્રભુ ચરણમાં વિલિન થઇ ગયો. શક્રેન્દ્ર એ પ્રભુ પાસે ક્ષમા માગી અને ચમરેન્દ્રને અભયદાના આપ્યું. આપણે પણ સૂક્ષ્મ થઇ પ્રભુ ચરણોમાં સમાઇ જવાનું છે. જેને લીધે જગતમાં વ્યાપેલા વિષય કષાય રૂપી વેજો થી આપણે આપણી જાતને બચાવી શકીએ. “નાકામતિ ક્રમયુગાચલ સંશ્રિત તે” તારા ચરણ યુગલમાં સંશ્રિત, આશ્રિત, સંસ્થિત વ્યકિત ની ઉપર ક્રોધાદિ કષાય આક્રમણ નથી કરી શકતા.
(૧૮) અર :- હવે આપણે એ પરમ સૂક્ષ્મ તત્ત્વને કેન્દ્રિત કરી હદયમાં સ્થાપિત કરી લઇએ. જે સૂક્ષ્મ છે તેનો વિસ્તાર કરીએ. વિસ્તારવા માટે, ગતિ કરવા માટે અહીં આરા આરક હોય છે. તમને સાયકલ યાદ હશે. એમાં પૈડાની વચ્ચે એક વર્તુળ હોય છે. એની આજુબાજુ કેટલાક તાર લગાડેલા હોય છે. જેને એક મોટી રીંગ વ્યવસ્થિત ગોઠવી રાખે છે. બસ! માત્ર એના જજોરે સાયકલ ચાલે છે. આપણાં મગજમાં આ એન્ટેનાનું સ્થાન છે. જીવન પર્યત જીવને ચાલવાનો આદેશ અને વ્યવસ્થાનું આદાન પ્રદાન બસ આ સાયકલ પર જ ગતિ કરે છે. એમાં આપણે “અર ચ”મંત્રની પ્રતિષ્ઠા કરી ગતિમય જીવનને પ્રગતિમય બનાવીએ.
(૧૯) મલ્લિં:- એના બે અર્થ થાય છે. માલ્યકુલ વિશેષ અને મલ્લ યુધ્ધ, અનાહત ચક્રમાંથી ગતિ કરીવિશુદ્ધિ ચક્રમાં આવે છે. પ્રશ્ન થાય છે. અશુધ્ધિ આવે છે. શા માટે? આપણે શા માટે વારંવાર વિશુધ્ધિ ચક્રમાં આવીને વિશુધ્ધ થવું પડે છે? એનો જવાબ જ્ઞાની પુરુષો આપે છે કે વિષય કષાય ને કારણે અશુધ્ધિ આવે છે. હવે વિષય કષાયોનો સામનો કરવાનો છે. એની સાથે મલ્લ યુધ્ધ કરવાનું છે. એને જીતવાના છે. એટલે અહીં મલ્લિનાથ ભગવાનનું સ્મરણ કરવાનું છે, મલ્લક્ષેત્રમાં જીતાયેલા હે મલ્લિનાથ ભગવાન! અમને કર્મમળ સામે લડવાની શકિત આપો. કષાયોથી કુસ્તી કરી હરાવી દઉં અને મિથ્યાત્ત્વ રૂપી મલ્લને જીતી લઉં. એવી શકિત આપો મને.
[ 68 ].