________________
આજ્ઞા માગી રહ્યાં છીએ. તેઓ કહે છે,
એજ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ.
(આત્મ સિધ્ધિગાથા ૧૧૬). પરમાત્મા કહે છે તારું સ્વરૂપ અનંત જ્ઞાન દર્શનમય છે. મારી પાસે માંગવાની જરૂર નથી. એ તારી જ અંદર છે. તે પોતે જ મોક્ષ સ્વરૂપ છે. અનંત જ્ઞાન દર્શન યુકત તું અનંત સ્વરૂપમય છો. ફકત ઉપર ચઢેલા આવરણોથી જ તારે દૂર થવાનું છે. હજારો નાડીઓથી ઘેરાયેલા આ મગજમાં અવતરે છે પરમાત્માનો આ શુભ સંદેશ. આ સ્થાનને યોગીઓ એ સહસ્ત્રાર કહ્યો છે. જેનો અર્થ થાય છે. હજારે આરક વાળ કેન્દ્ર, પરમયોગી અનંતનાથ ભગવાનની પ્રતિષ્ઠાથી આ ચક્ર અનંતનું કેન્દ્ર બની જાય છે. હે ! અનંતનાથ ભગવાન ! મને તમારું સાનિધ્ય આપી મારામાં અનંતતા પ્રગટ કરો.
જિર્ણ :- આ અનંતની પૂર્ણતાનાં સંદેશનો, આદેશનો, ધર્મના સ્વરૂપનો, સ્વીકાર કરવા માટે જિર્ણ મંત્રને કરોડરજ્જુ સુધી પહોંચવા દો. આ અનંતમય સ્ત્રોતને મૂળાધાર સુધી વહેવા દો. અને ત્યાં જુઓ હવે શું થાય છે? મને વિશ્વાસ છે કે અહીં સુધી પહોંચતા જ અનંતાનુબંધી કષાયોનો નાશ થશે. અનંત જન્મોનાં પાપ કર્મોનો વિનાશ થશે. પાપ વિલયન-પાપ ક્ષયની આ મહાયાત્રામાં આપ સહું ને આમંત્રણ છે. જેઓ આવી ગયા છે તેમનું સ્વાગત છે. આવો આગળ જઇએ..
(૧૫) ધર્મ - ધર્મનો અર્થ છે ધારણ કરવું અને એનો મૂળ આધાર મૂળાધાર છે. ત્યાં જ ધર્મની ઉત્પતિ છે. ૧૫ માં ધર્મનાથ ભગવાનની અહીં તાત્વિક પ્રતિષ્ઠા થાય છે. પરમાત્મા કહે છે તું દેહાધ્યાસ છોડી દે તો તું કર્મનો કર્તા નથી. અને કર્તા નથી તો ભોકતા પણ નથી. એજ તારો ધર્મ છે.
છૂટે દેહાધ્યાસ તો નહિ કર્તા તું કર્મ નહી ભોક્તા તું તેહવો એજ ધર્મનો મર્મ
(આત્મ સિધ્ધિગાથા ૧૧૫) (૧૬) સંતિ - ધર્મ જ્યારે મૂળ આધારમાં આવે છે તો આપણું સ્વનું અધિષ્ઠાન શાંતિમય બની જાય છે. શાંતિ કંઇ બહારથી નથી આવતી એ આપણું પોતાનું સ્વરૂપ છે. સ્વરૂપ શાંતિમય છે પણ આપણે સ્વરૂપથી દૂર થઇ બહાર આવીએ છીએ. બહારથી આપણા પર અશાંતિનું આક્રમણ થાય છે. તેથી વિષય કષાય આપણું સ્વરૂપ નથી. આપણું સ્વરૂપ શાંત છે. સત્ય છે. શાશ્વત છે. ક્ષમામય છે. એ સ્વાધિષ્ઠાનમાં શાંતિની સ્થાપના કરી આગળ વધીએ. શાંતિમય શાંતિનાથ ભગવાનનું અને આપણી આત્મ શાંતિનું અધિષ્ઠાન કેન્દ્ર આ સ્વાધિષ્ઠાન કેન્દ્ર છે.
[ 67 ].