________________
તત્ત્વ અનેક જન્મોથી મારા આત્માને વિષય કષાયનો દાહ ઉત્પન્ન થયો છે. પ્રભુ
આપના દેહની પવિત્ર રાશ્મિઓની જેમ આપની ઉષ્ણતાને શીતળ રશ્મિઓમાં પરિવર્તિત કરવાની અદ્ભુત ક્ષમતા છે. આજે આપના નામ સ્વરૂપને મારા નાભિ કેન્દ્રમાં સ્થાપિત કરું છું. આપના નામનો જન્મ થતાં જ મારો કષાય તાપ સમાપ્ત થઇ જશે, અને મને યૌગિક શીતળતા પ્રાપ્ત થશે એવો વિશ્વાસ છે.
(૧૧) સિજ્જર્સ :- શ્રેયાંસનાથ ભગવાન સમગ્ર સૃષ્ટિમાં સાક્ષાત્ છે. મારું અતંઃકરણ તમને સમર્પિત છે. જગતમાં પ્રેય અને શ્રેય ને હું ન સમજી શક્યો. મને પ્રિય પદાર્થોમાં રાગ થયો. અને અપ્રિય પદાર્થોથી દ્વેષ થયો. હેપ્રભુ! હવે મને પ્રેય નહી શ્રેયજોઇએ છે. શ્રેય અર્થાત્ શ્રેષ્ઠ. શ્રેય અર્થાત મોક્ષ. આ નામ મંત્રનું સ્થાન હૃદય છે. આગમોમાં “પરમ સોમણસ્સ હિયયા” ની નીતિ પ્રસિધ્ધ છે . હે ! પરમ શ્રેયાંસનાય ભગવાન! મારા હૃદયમાં પધારો, મારા અંતઃકરણને પાવન કરો, મારા ભગવાન મારી શ્રેયસ સ્થિતિ મારામાં પ્રગટ કરો.
(૧૨) વાસુપુજ્જ :- આ નામ મંત્રનું સ્થાન વિશુધ્ધિ ચક્રમાં છે. વિશ્વાત્મા વાસુપૂજ્ય ભગવાનનાં નામમાં સમગ્ર વિશ્વનું મંગળ રહેલું છે. વસુ અર્થાત્ ધન, દેવ, આત્મા, પરમાત્મા, વિશ્વાત્મા. આત્મભાવોનાં પૂજ્ય! દેવોનાં પૂજ્ય ! હે વાસુપૂજ્ય! આત્મસંપતિનાં સ્વામી! તમારા સ્મરણ માત્રથી અમારો આત્મ વૈભવ પ્રકાશવાન બની જાય છે. તમારું નામ આત્માની નિર્મળતા પ્રગટાવે છે. આજે આપણે વાસુપૂજ્ય સ્વામી નું વિશુધ્ધિ કેન્દ્રમાં પ્રતિષ્ઠાપન કરવાનું છે. કંઠકૂપનાં ઉંડાણમાં રહેલું વિશુધ્ધિ ચક્ર સ્વાત્મત્ત્વની સમૃધ્ધિનાં સ્વામીનું અહીં સ્મરણ ઉર્જા ભંડારનું પ્રગટીકરણ છે. પરમાત્મા લોકમંગળ સ્વરૂપ છે. તમે સમસ્તચૈતન્ય સૃષ્ટિનાં ત્રણે લોકમાં વાસુ ના પૂજય છો. હે પ્રભુ! મારો વૈભવ પ્રગટ કરો.
(૧૩) વિમલ :- વિશુધ્ધિ ચક્રથી નિર્મળતાનાં સ્રોતનું ઉર્ધીકરણ કરી આપણે આજ્ઞા ચક્ર તરફ આગળ વધીએ છીએ. મલ અર્થાત્ ાગ દ્વેષ વિમલ અર્થાત વીતરાગ. આજ્ઞા ચક્રમાં વિમલનાથ ભગવાનને આપણે પ્રાર્થના કરીશુપ્રભુ! અમને આજ્ઞા આપો, સંજ્ઞી પંચેન્દ્રિયનો જન્મ આજ્ઞા પાલનનો જન્મ છે. હે જિનેશ્વર ! તમારી પરમ કરુણાથી હું અહીં સુધી પહોંચ્યો છું. હવે તમારી જ આજ્ઞાનું પાલન કરવાની તમારી પાસેથી આજ્ઞા માગું છું. “તુબ્સેહિં અભણુણાએસમાણે નિસહિ”તમારી નજીક આવી રહ્યો છું. “અણુજાણહ મે” મને તમારા સાનિધ્યમાં આવવાની આજ્ઞા આપો. હુંપોતે વિમલ છું, નિર્મળ છું તો પણ કર્મ,કષાયના મલથી ખરડાયેલો છું.પ્રભુ! તમે “વિહુયરયમલા”છો. મને નિર્મળ કરો. વિમલ કરો.
(૧૪) અણંતં :- અહીં છે મસ્તકનું શિખર સહસ્ત્રાર કેન્દ્ર, મૂળાધારની મહાયાત્રા નું સર્વોચ્ચ શિખર. વિશુધ્ધ પરિણતિનું સમાહાર. જે ભગવાન પાસે આપણે દેહાધ્યાસથી છૂટવાની પ્રાર્થના કરી રહ્યા છીએ અને મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવાની
[66]