________________
અને રહસ્ય પર ભાવનાત્મક વિચાર કરીશું.
સ્થાનાંગ સૂત્રનાં બીજા ઠાણામાં - વર્ણ કથનમાં “પુષ્પદંત” નામનો ઉલ્લેખ છે. “સમવાયાંગ સૂત્રમાં સુવિહિસ્સ સંપુફદતસ્સ અરહઓ છત્તઇસ ગણા” સૂત્ર ૮૬નાં આ પાઠમાં બન્ને નામોનો ઉલ્લેખ છે. આવશ્યક નિર્યુક્તિમાં ફકત “પુફદંત” નામનો બે વાર ઉલ્લેખ છે જેમ કે..
સસિ પુષ્કૃદંત સીઅલ આ ગાથામાં એમને ચંદ્રની જેમ શીતળ અને સસિ પુષ્કૃદંત સસિગોરા ગાયા ૩૭૬ માં ચંદ્રની જેમ પ્રભા વાળા વર્ણવેલા છે.
હવે આપણે આપણા ભકિત પૂર્વકનાં અર્થ તરફ જઇએ. આ વ્યવસ્થા સાથે આપણી ભાવનાત્મક ઉર્જા પણ જોડાયેલી છે. પુષ્કૃદંત નામમાં બે શબ્દો છે. પુષ્પ અને દંત. પુષ્પ અર્થાત્ ફૂલ અને દંત અર્થાત્ દાંત અર્થાત પરાગ. આ અર્થનો પરમાર્થ છે પુષ્પપરાગ. મૂળાધારમાં જ્યારે ચંદuહં મંત્ર જાપથી ચંદ્રનાડી ખૂલે છે ત્યારે મધ્યભાગથી ઉર્જાસ્ત્રોત ઉપર સ્વાધિષ્ઠાન તરફ આગળ વધે છે. અહીંથી આ સ્ત્રોત બે વિભાગોમાં વહેંચાઇ જાય છે. એક આગળ નાભિ તરફ અને બીજો પાછળ કરોડ રજુ તરફ જાય છે. આ રીતે વિભકિતકરણ વખતે આ સ્ત્રોત બે ધારા રૂપે વહેંચાઇ જાય છે. સ્પષ્ટિકરણ માટે આપણે આ ચિત્રનો સહકાર લેશું. આગળ નાભિ
પાછળ કરોડરજ્જુ ' તરફ સ્વાધિષ્ઠાનમાં
તરફ સ્વાધિષ્ઠાનમાં
1. મૂળાધારનું -
મૂળકેન્દ્ર આપણું મૂળાધાર પુષ્પ છે એમાંથી નીકળતો ઉર્જા સ્ત્રોત સ્વાધિષ્ઠાનનાં આગળ પાછળ બન્ને વિભાગોમાં ફેલાઇ જાય છે. સ્વ અધિષ્ઠાનમાં આપણી ઉર્જા
જ્યારે બન્ને તરફ આવે છે, ત્યારે ઉપરોકત આકૃતિ દંતાકારમાં પરિવર્તિત થઇ જાય. છે. પુષ્પદંત શબ્દ આ મુખ્ય સ્ત્રોતનો પરિચય છે. પરિણામ પણ છે અને પ્રક્રિયા પણ છે. આ પ્રક્રિયા સવિધિ હોવી જોઇએ. સંસારમાં અનેક વિધિઓ છે. જન્મ વિધિ, લગ્નવિધિ, સંસ્કારવિધિ વગેરે ઘણી બધી વિધિઓ છે. પણ આતો આપણા ઉર્જાસ્ત્રોતને સમ્યક માર્ગદર્શન આપવાવાળી પ્રભુ નામની પ્રાણપ્રતિષ્ઠા વિધિ. એટલે એને વિધિ નહીં “સુવિધિ”કહી છે. મોક્ષમાર્ગની મહાવિધિથી પ્રણિત ચંદ્રનાં ઉજ્જવળ, શુભ, શીતળ સ્ત્રોતને હવે નાભિ કેન્દ્ર તરફ આગળ વધારીએ છીએ,
(૧૦) સીઅલ :- શીતળ અર્થાત આહલાદક. હે શીતળનાથ ભગવાન પાપતાપ-સંતાપથી પીડાતા મને શીતળતા પ્રદાન કરો. તમારી શીતળ છાયા જન્મોજન્મનાં તાપથી મુકિત અપાવવા શકિતમાન છે. તમારા જન્મ પહેલાં તમારા પિતાશ્રીને કોઇ પણ જાતની દવા લાગું ન પડે તેવો પિત્તદાહ ઉપડેલો. ચ્યવન સાથે જ આપના ગર્ભપ્રવેશથી તે પિત્તદાહ શાંત થઇ ગયો. દેહ શીતળ બની ગયો. હે ! પરમ
[ 65 ]