________________
જોડીને બનેલો છે. હું+તે= હંસ, જેને આપણે ગોતીએ છે તે હું છે. શોધ પૂર્ણ થાય છે તેની જાણ થતા હંસ, સોહં બની જાય છે. એ હું જ છું એ ભેદજ્ઞાન છે. સોહંનાં જૈન ધર્મમાં બે અર્થ બતાવ્યા છે.સં+અહમ્ એ હું આમાં એવો અર્થ પ્રેરિત થાય છે. પ્રથમ એ એટલે કે સ્વજ્ઞાનથી અનાદિકાળ પૂર્વેથી પરિભ્રમણ કરે છે તે હું બીજો અર્થ એ કે જે પરમતત્વ પરમાત્મા છે. જે શુધ્ધ-બુધ્ધ નિરંજન નિરાકાર સ્વરૂપે છે, તે હું જ છું. એમાં પહેલો એ વર્તમાન સાથે સંબંધ રાખે છે. બીજો એ ભૂત અને ભવિષ્ય બન્ને સાથે જોડાયેલું છે.
ગતિ અર્થાત ગમન, ભેદજ્ઞાન વગર આપણે આપણને નથી ઓળખી શકતા. અન્યની ઓળખાણને પોતાની ઓળખાણ સમજી આપણે પોતાને નથી ઓળખી શકતા. જ્યારે આપણે આપણાં આંતરિક સ્વરૂપને નથી ઓળખી શકતા તો પરમાત્માને આપણો પરિચય કેવી રીતે આપશું? પહેલી હંસ ગતિ આપણને ભેદજ્ઞાનમાં ગતિ કરાવે છે, ગમન કરાવે છે, પ્રવેશ કરાવે છે. “કિgઇસ્સ” ની પહેલી શરત ભેદજ્ઞાન છે.
બીજી સિંહગતિ છે. પરિચય થઇ જવાથી શું થાય છે? કેવી રીતે ખબર પડે છે કે ભેદજ્ઞાન થઇ ગયું? જ્ઞાની પુરુષો કહે છે કે જ્ઞાન થવાથી ભાષા બદલાય જાય છે. જેમ એક વખત સંજોગવશાત એક સિંહબાળ એક ગોવાળીયાને મળી જાય છે. એણે. તેને બકરીઓનાં ટોળા વચ્ચે મુકી દીધુ. એ બકરીઓ સાથે જ એનું લાલન-પાલના થવા લાગ્યું. એણે બકરીઓની સાથે જંગલમાં જઇને ચારો ચરતા શીખી લીધુ. અને બેં-બેં પણ કરવા લાગ્યું. બકરીઓ સાથે નાની મોટી ઉછળ કુદ કરતી વખતે એને હેજે અંદાજ નથી આવતો કે એ પોતે આવી નકામી હરકતોને લાયક નથી. પોતે સિંહ છે.
એક વાર એ બકરીઓનું ટોળું જંગલમાં ચારો ચરતુ હતુ ત્યાં અચાનક એક સિંહે ગર્જના કરીને હુમલો કર્યો. ડરની મારી બધી બકરીઓ ત્યાંથી ભાગી ગઇ, પણ. સિંહબાળ એકીટશે સિંહને જતું રહ્યું. એ ફકત એને જોતું જ રહ્યું. જોતાં જોતાં એને પ્રશ્ન થયો કે હું કોણ છું? બકરી કે સિંહ? બેં-બેં કરીને પોતાની રક્ષા માટે ભીખા માગવાવાળો કે ગર્જના કરીને ધરતી ધ્રુજાવવાવાળો સિંહ? ના-ના હું કંઇ બેં-બેં કરવાવાળો ઘાસ ખાવાવાળો કે નાના મોટા ઠેકડા મારનારી બકરી નથી. હું સિંહ જ છું. એજ મારુ સ્વરૂપ છે. એક મોટી ગર્જના એની અંદરથી નિકળી, ગરજતું ગરજતું એ પેલા સિંહ પાસે જઇને ઉભુ રહી ગયું. સિંહની આંખોમાં આંખ પરોવી કહેવા લાગ્યું, તું જ હું, અને અંતે હું કહું છું આવી જ રીતે પરમાત્માનું સ્વરૂપ જોતાં જોતાં આપણને આપણી ઓળખાણ થાય છે.
ત્રીજી ગતિ ગજગતિ છે. હાથીની બે અવસ્થા છે. મદોન્મત અને મદરહિતમસ્ત. મદોન્મત હાથી ઉછાછળો અને ચંચળ હોય છે. એવા હાથીને માનની ઉપમા પણ
[38]