________________
આપવામાં આવે છે. મદરહિત હાથીની પોતાની મસ્તી હોય છે, આપણે જેની પાસે જઇ રહ્યાં છીએ એ ગંભીર છે . આપણે ઉછાંછળાપણાનો ત્યાગ કરવાનો છે. અહીં તો જોઇએ ડોલતા ડોલતા લલિત ચાલથી ગતિનો વિકાસ..
ચોથી ગતિ સર્પની જેમ ડોલતી હોય તેમ વર્ણવેલ છે. સર્પ સીધો ચાલે છે. પણ ગારુડી બીન વગાડી સર્પને વશ કરીને ડોલાવે છે, નચાવે છે. એ વખતે એને ગારુડી સીવાય કોઇ દેખાતું નથી. આપણે પણ પરમાત્મામાં વશ થવાનું છે એમના આદેશ અને ઉપદેશની બીન સાંભળી એમા લીન બનવાનું છે. એમના સીવારા આપણને કંઇ જન દેખાય એવી એકાગ્રતા લાવવી છે.
દ્રા ભવન્તમનિમેષ વિલોકનીયમ્
નાખ્યત્ર તોષમુપયાતિ જનસ્ય ચક્ષા હે પ્રભુ! એકવાર તને અનિમેષ નયને જોયા પછી સંસારની કોઇપણ વસ્તુ કે વ્યકિતમાં મને કયાંથી રસ ઉપજે? અર્થાત્ ક્યાંય કોઇપણ વસ્તુ ગમતી નથી.
આ રીતે જ કીર્તનની સમસ્વરતાનું સમાયોજન કરી સાક્ષાત સાથે સંવાદ કરી કીર્તન અને રટણ સાથે સાત ગાથાઓનું સ્મરણ કરી ચોવીસ નામોનાં આવર્તનનાં સ્પેકટ્રમ દ્વારા લોગસ્સને આત્મસાત્ કરવો છે. હવે પ્રયોગો દ્વારા યોગ કરી અયોગી સાથે સંયોગ કરી અને એમના સાનિધ્યને માણવા ફરી મળીશું. થાકેલાઓને સાથ આપશું જરૂર પણ બધાં સાથે ચાલશું અને અવશ્ય પહોંચશું.
35 શાંતિ શાંતિ શાંતિ
[39]