________________
તો પાપ-તાપ-સંતાપ દૂર થઇ જાય. જો સુમધુરતા અને શીતળતાનો અનુભવ થઇ જાય તો જન્મ સફળ થઇ
જાય,
૬. લક્ષ્મી ગાહા - આ ગાયામાં કીર્તનની સમાધિ સુધીનાં પ્રવાસનો
સંકેત છે. સમાધિ જ શ્રેષ્ઠ લક્ષ્મી છે. અગર દ્રવ્ય લક્ષ્મી હોય અને સમાધિ ન હોય તો તેની કંઇ કિંમત નથી.
સમાધિસાક્ષાત લક્ષ્મી સ્વરૂપ છે. ૭. વિધુત ગાહા :- વિધુત અર્થાત લોહચુંબક. પરમાત્મા લોહચુંબક છે.
લોઢું જેમ લોહચુંબક તરફ આર્કષાય છે તેવી રીતે આત્મા પરમાત્મા સાથે આકર્ષાય છે. પોતાને સમર્પિત કરતો રહે છે.વિધુતનો બીજો અર્થ વિજળી છે. જેમ વિજળી ચમકે છે, અજવાળું ફેલાય જાય છે. એવી જ રીતે આ ગાથા આત્મ પ્રદેશની આકાશગંગામાં ઝડપથી ચમકારો-પ્રકાશ-નિર્મળતા અને ગંભીરતા. ઉત્પન્ન કરે છે. આવી રીતે આ સાતેય ગાથાઓનું કીર્તન કરવાનું છે. છંદ શાસ્ત્રિઓએ છંદનાં કેટલાક નિયમો બનાવ્યાં છે. એને પણ સમજવા જરૂરી છે. એમાં જો ક્રમ બદલાય જાય તો આપણે ક્રમબંધ્ધ આગળ નથી વધી શકતા. અહીં છંદ વ્યવસ્થાને નિયમો સાથે સમજાવવામાં આવી છે. બધી ગાથાઓમાં ચાર ચરણ છે. એ ચારે ચરણોમાં ચાલવા માટે આપણા સ્વરની કેટલીક ચોક્કસ ગતિઓ છે જેમ
કે.. પહેલું ચરણ: હંસની જેમ હળવીગતિએબોલવું જોઇએ. બીજુ ચરણ સિંહની જેમ ગર્જના કરી ઉંચે અવાજે બોલવું જોઇએ. ત્રીજુચરણ: ગજગતિની જેમ લલિત સ્વરે ઉચ્ચારવું જોઇએ. ચોથુ ચરણઃ સર્પગતિની જેમ ડોલતા હોઇ તેમ બોલવું જોઇએ.
છંદ શાસ્ત્રિઓનાં આ નિયમોમાં કીર્તનનો આનંદ અને વાસ્તવિકતા સામેલ છે. કીર્તનમાં ભકિતની અગ્રતા હોય છે. ભકિતમાં એકાગ્રતા અને સ્થિરતા પછી ધ્યાનાવસ્થા આવે છે. એમ ભકિતની પૂર્ણતા જ ધ્યાન છે. આ રીતે ચાર ગતિઓનું પોતાનું મહત્ત્વ છે.
- હંસગતિ ભેદજ્ઞાનનું પ્રતિનિધિત્વ કરે છે. લોકવાયકા પ્રમાણે હંસાક્ષીર-નીરવિવેકી હોય છે. એ પાણીને બદલે દુધ લે છે. હંસ શબ્દ અહમ્ + સઃ આ બન્ને ને
[37 ]