________________
છંદનાં નિયમોનું ધ્યાન રાખી પહેલાં ભાષ્ય જપમાં કીર્તન કરવું. ઉંચા અવાજે ઉદ્ઘોષ કરવો. પછી ઉપાશું જપ કરવો. જેમા સાનિધ્યની પ્રતીતિ થાય. અને ત્રીજો માનસ જપ ત્યારે કરવો જ્યારે ચિત્ત પૂરી રીતે સમર્પિત હોય. એકાગ્ર હોય. એમા નિયોજીત ગાથાઓ અને છંદ પોતાની સંપૂર્ણ વિશેષતા અને નિયમિતતા જાળવી
રાખે છે. ગાથા ક્રમ:- છંદશાસ્ત્ર અનુસાર નામ અને અર્થ અહીંરજુ કરવામાં આવે છે. ૧. સિલોગ:
જેનો અર્થ પવિત્ર, ઉત્તમ, શ્રેષ્ઠ છે. આ ગાથાઓ દ્વારા પરમ પુરુષો સાથે સબંધ સ્થાપિત કરી શકાય છે. હવે આવે છે ગાયા. ગાથાઓ એટલે જે ગ્રંથિ ખોલે છે. નિર્રયતાની અનુભૂતી જગાડે છે. અને પરમા
નિગ્રંથની સાથે આપણને ગુંથી દે છે. ગ્રંચિત કરી દે છે. ૨.હંસીગાહો:- હંસની જેમ ક્ષીર-સાગર જેવો ન્યાય અપનાવો પડશે.
આ ગાથાથી જ સ્મરણનો આરંભ થાય છે. દેહ સબંધનું સ્મરણ છોડી, જડ ચેતનનો ભેદ સમાપ્ત કરી
આપણી ચેતનાને પરમ ચેતનામાં સમાવી દેવાની છે. ૩.લક્ષ્મીગાહા :- અમાપ આત્મ વૈભવની અધિકારીણી આપણી આત્મ
ચેતનાનાં સાર્મથ્ય ને આ ગાયા પ્રગટ કરે છે. આ ગાથાથી મોક્ષ લક્ષ્મી મેળવવાનો અધિકાર પ્રાપ્ત થાય
છે. ૪. માગધી ગાથા:- નામ સ્મરણ ની ત્રીજી ગાયાનું નામ માગધી છે.
મગધ દેશની ભાષા માગધી કહેવાય છે. આપણી અંદર આપણો પ્રદેશ છે. અસંખ્ય આત્મ પ્રદેશ છે. એમની સમર્પણ ભકિત આપણી માગધી ભાષા, પરિભાષા છે. આ ગાયાનાં સ્મરણથી આપણે પરમ પ્રત્યે મુગ્ધ બની
અગાધતાને સ્પર્શીએ છીએ. પ, જાન્હવી ગાથા:- ગંગા નદીને જાન્હવી કહે છે. જે હિમાલય માંથી પવિત્ર
સ્ત્રોત રૂપે વહેતી વહેતી સમગ્ર ભારત વર્ષમાં ફેલાય છે. એવી જ રીતે પરમાત્માનો વાણી પ્રસાદ વહેતો વહેતો બધે ફેલાય છે. એમાથી જૂજ શબ્દોનો પણ જો આપણને સ્પર્શ થઇ જાય, મીઠો રસાસ્વાદ મળી જાય
[36]