________________
૨.તમુત્તિઓ:
૩. તપુરસ્કાર :
૪. તસ્મણે:
પ્રકાશમાં આપણે ચાલવાનું છે. માર્ગમાં આગળ વધવાનું છે. પરમ ગુરુ ગૌતમસ્વામી કહે છે વત્સ! પરમાત્મામાં તન્મય થઇ જા. એમનામાં તલ્લીન થઇ ને ચાલતો જા. તારી ધીમી છે ચાલ અને પંથ છે વિશાળ પણ તું થાકીશ નહી. હારીશ નહી. એમનું સ્વરૂપ સામે રાખ. તું અને એ બન્ને સમાન સ્વરૂપે છો. તમ્મુત્તિએ અર્થાત તેમના સ્વરૂપમાં આપણે તન્મય થઇ જવાનું છે. તલ્લીન થઇ જવાનું છે. વત્સ ! તું સર્વજ્ઞ-સર્વદર્શીનો અનુગામી બન. એમનું સ્મરણ કર, એમને સદાયે સન્મુખ રાખ. એમની વાતનું હમેંશા ધ્યાન રાખ. એમની આજ્ઞા ને તું તારો ધર્મ બનાવી લે. તેઓ આગળ ચાલશે તું એમના પગલે પગલે ચાલજે. તું એમનો ચરણ સ્પર્શ કરીને ચાલતો રહે. તારો માર્ગ મોકળો થઇ જશે. તને મંજિલ મળી જશે. સ્વ સંજ્ઞાને એ પરમસંજ્ઞામાં લીન કર, તારા મનમાં વિચારોમાં એકાગ્રતા લાવી આગળ વધ. ફકતુ એને જ યાદ કર, એમનું સ્મરણ તારુ કલ્યાણ કરશે. . વત્સસ્તવે ભવસંતતિ સન્નિબધ્ધ, પાપ ક્ષણાત્ યમુપૈતિ એમના સ્તવનથી સ્મરણ માત્રથી ભવોભવનાં બાંધેલા પાપ ક્ષણ માત્રમાં દૂર થઇ જાય છે. તારુ ચિત્ત એમના ચરણમાં મૂકી દે. સદાય તેમની (પરમાત્માની) સાથે રહે. સદાયે ચરણોમાં આવાસકર. તવ ચેતસિવર્ડેડહં, ઇતિ વાર્તાડપિદુર્લભા મચિતે વર્તસેચેā, અલંઅન્ધન કેનચિત્ li હે ! પરમાત્મા તું મને તારા ચિત્તમાં રાખે, મને યાદ કરે તેવુ તો અશક્ય છે, પણ તું મારા ચિત્તમાં તો સદાય રહી શકે છે ને? (૩). ત્રીજો નિયમ સમસ્વરનો છે. એથી અભિપ્રાય છે,
૫. સન્નિસેવણે:
[35].