________________
ગયા પ્રવચનમાં આપણે જોયુ કે “કિત્તઇસ્સું” શબ્દથી પ્રતિજ્ઞા કરી છે કે
આપણે કીર્તન કરશુ. એમને સાદ દેશું. રટણ કરશું. મંત્ર જપશું. આવી સ્થિતિમાં કીર્તન કરવા માટેનાં કેટલાક જરૂરી નિયમોને આપણે સમજવા પડશે અને અપનાવવા પણ પડશે. આ છે ત્રણ કીર્તનના નિયમ,
૧.૫રમ અસ્તિત્વની હાજરીનું જ્ઞાન. ૨.સ્વરૂપની સમાનતાનું જ્ઞાન.
૩.સમસ્વરતાનું જ્ઞાન.
(૧) પરમ તત્વ છે પરમાત્માનું અસ્તિત્વ છે. જે છે તે ઉપસ્થિત છે. હાજર છે. એમના પ્રત્યે કરવામાં આવેલી આપણી ઉપાસનામાં એમની ઉપસ્થિતિ જ સાક્ષી છે. પરમ અસ્તિત્ત્વની સાક્ષીપણાનું જ્ઞાન થયા વગર આપણે કેવી રીતે અજ્ઞાત સાથે વાત કરી શકીએ ? પૂર્ણ આસ્થા, શ્રધ્ધા, પ્રતિતિ, રૂચી, સ્પર્શ વગેરે બધું અહીં છે. જ્યારે પરમ અસ્તિત્વની સાક્ષી થઇ જાય છે, ત્યારે કોઇ નિયમ કે શર્ત વચ્ચે વિઘ્ન નથી નાખીશકતું.
(૨) સ્વરૂપની સમાનતાનો વિચાર કર્યા વગર એકરૂપતા આવી નથીશકતી. અર્ધો રસ્તો કાપી ચૂક્યા છીએ, હવે એટલું તો છેવટે સમજી શક્યા છીએ કે આપણામાં અને એમનામાં કોઇ ભેદ નથી. આપણે સરખા છીએ. હવે તો આપણે એમની દ્રષ્ટિએ એમના પ્રરુપિત માર્ગે ચાલવું છે.
સ્પષ્ટતા માટે આચારાંગ સૂત્રમાં એક પંચસૂત્રીય યોજના છે. ૧.તિિટ્ઠએ :
જ્યાં એમની (પરમાત્માની) દ્રષ્ટિ છે ત્યાં દર્શન દિદાર કરીપગલું માંડ. પરમાત્માની દ્રષ્ટિ બેટરીનું કામ આપે છે. રસ્તા પર ગમે તેટલુ અંધારું કેમ ન હોય એમની દ્રષ્ટિમાં જ પ્રકાશ છે, જન્મો-જન્મનો અંધકાર અહીં દૂર થઇ જાય છે.
।
દૂરે સહસ્ત્ર કિરણઃ કુરુતેપ્રભવ । પહ્માકરેષુ જલજાનિ વિકાસ ભાંજ્જિ - એ ભલે સાત રાજલોક દૂર હોય પણ એમનું એકાદ કિરણ પણ જો આપણને મળી જાય તો આપણું આત્મકમળ ખીલી ઉઠે, એમની દ્રષ્ટિએ પંય માર્ગ એ એમનો અભિપ્રાય છે. પંથ કે માર્ગનો કોઇ સંપ્રદાય નથી. પરમ તત્વ શાશ્વત પંથને બતાવે છે. પંથ પર ચાલતા શિખવાડે છે, ચાલવા માટેનું માર્ગદર્શન આપે છે. આજ્ઞા આપે છે. જ્ઞાન આપે છે. ચાલવાની પ્રેરણા અને સામર્થ્ય આપે છે. એમના જ્ઞાન અને તત્વનાં
[34]