________________
તુમ” શબ્દ ગર્ભિત અને અને અવ્યકત છે, “એવંમએ અભિયુઆ” આ રીતે મારાથી અભિસ્તુત થનાર એ વ્યકત નથી, અહી “અભિયુઆ” શબ્દ પ્રભુ પ્રત્યેનો પ્રેમ અને અધિકાર યુકત સંબોધના વપરાયેલો છે. એમાં “મએ”શબ્દથી પોતાને જ સાંકળી દીધા છે. કદાચ આ વસ્તુ તમને સમજવી અઘરી લાગશે. અઘરી તો લાગશે જ કારણ તેઓ મહા છે અને આપણે લઘુ. તેમની સાથે જોડાઇ રહ્યાં છે. આજે આપણે આપણો પરિચય એમની સાથે રહીને આપીએ છીએ.
લગ્ન પહેલા કન્યા પોતાના નામની સાથે પિતાનું નામ અને ગોત્ર જોડે છે. પરંતુ લગ્ન બાદ પોતાના પતિનું નામ અને ગોત્ર જોડે છે. એટલું જ નહી લગ્ન પછી સામાન્ય પરિવારની દીકરીનો સબંધ કોઇ ધનવાનનાં ઘરમાં થયો હોય તો તે લગ્ન પહેલા જ બદલાઇ જાય છે. સાંસારિક પૌગોલિક સબંધો તો ફકત એક જ ભવનાં હોય છે. છતાં તેમાં પરિવર્તન આવે છે . આતો પ્રભુ સાથેનો ભવોભવનો પવિત્ર સબંધ છે એનાથી આપણામાં કેટલું પરિવર્તન આવવું જોઇએ? આ સબંધની ગરિમા જ કઇંક જુદી છે. ભકતનો રુઆબ જ કઇંક બદલાઇ જાય છે. હવે આપણે બીજા સબંધવિષે વિચારશું.
જેમ કોઇક મોટાપ્રધાન કે એવીજ કોઇ મોટી વ્યકિત પાસેથી કામ લેવું હોય અને સંજોગવશાત તમને તેમની સાથે કોઇ ઓળખાણ નીકળે તો તમે એવી રીતે જ રજુ થઇ ને વાતચીત કરશો ને? ઓળખાણને લીધે તેમણે તમારું કામ તો કરવું જ પડશે ના તો એ પાડી નહી શકે. અહીં પરમાત્મા સાથે આપણે આપણી સબંધોની યાદ અપાવવાની છે. આપણે જે સ્તુતિ કરી છે એ જ આપણું ઓળખ પત્ર બની જાય છે. તું મારો પ્રેમી છે. મારો અભિસ્તોતા છે. મારા દ્વારા કીર્તીત છે. વંદિત છે. મારી પૂજાનો તું અધિકારી છે. આ લોગસ્સ સૂત્રની ભાષા છે.
આત્માની અમાપ સમૃદ્ધિનાં અનંત વૈભવનું અહીં ઉદ્ઘાટન છે, આપણી પરમ આત્મસત્તાનું અહીં વિમોચન છે. અસહાય દયનિયતા અહીંનથી. અહીં અપાર સામર્થ્યનો દાવો છે. આટલું લઇ લીધા પછી પણ આમાં માગણીનાં શબ્દો છે “પસીયંતુ”, “દિત”, “દિસંતુ” વગેરે શબ્દપ્રયોગો આમાં થયા છે. આ પ્રયોગો માંગવાની પ્રાર્થનાની, કરગરવાની શૈલીમાં નહીં! પણ અધિકારની ભાષામાં છે.
સંવાદ વગર કીર્તન કેવી રીતે થાય? દૂર હોય કે નજીક એમનું સમક્ષ હોવું જરૂરી છે. જેમ આપણે કોઇને બૂમ પાડીને બોલાવીએ તો આપણને વિશ્વાસ હોય છે કે તે વ્યકિત આપણી આસપાસ જ હોવી જોઇએ, છતાં આપણને એમ લાગે કે તે થોડી. વધારે દૂર છે તો આપણે આપણા બન્ને હાથનો ખોબો કરીને એને બોલાવીએ છીએ. આમ કરવાનું કારણ કે અવાજને આપણે યોગ્ય દિશામાં દૂર સુધી મોકલી શકીએ છીએ. આ છે શબ્દોની સાથે શકિતને સંકલિત કરીને તેનો વાસ્તવિક ઉપયોગ, લોગસ્સ સૂત્ર પણ કાઉસગ દ્વારા પરમાત્માને સાદ દેવાની પધ્ધતિ છે, એટલે જ તો એને સંસ્તવન અને કીર્તન કહ્યું છે.
[33]