________________
તેમની છબી આપણાં મજગમાં ઉપસી આવે છે. એ નામની બીજી ઘણી વ્યકિતઓ હોવા છતાં આપણું મગજ કેવળ સંબંધિત વ્યક્તિનું જ ચિત્ર ઉપસાવે છે. પ્રભુ નામ સ્મરણનું પણ આજ મહત્વ છે. નામને આધારિત તેમનું આત્મતત્વ, આદેશતત્વ, ઉપદેશતત્વ વગેરે આ રીતે જ ઉપસી આવે છે.
મગજનાં દશ ભાગ છે. એમાં પ્રથમ ચેતનમન છે જે જમણી બાજુ હોય છે, એનું કામ વિચારો કરવાનું છે. અન્ય નવ ભાગ અચેતન મનનાં હોય છે. ચેતનભાગ જે રીતે સૂચના આપે તે રીતે બાકીનાં નવ ભાગ કાર્ય કર્યા કરે છે. તમે બરફને પાણીમાં તરતો જોયો હશે. તેનો એક જ ભાગ પાણીની ઉપર હોય છે. એ રીતે જ મગજનું સમજવું. આપણુ સ્મરણ, રટણ,કીર્તન ,નમન વગેરેનો ભાવનાત્મક પ્રવાહ પહેલા પ્રથમ વિભાગમાં જ એકઠો થાય છે. જમા થાય છે. જ્યારે એ પરિભ્રમણ રૂપે સખત બની જાય છે ત્યારે તે સક્રિય બની અચેતન મનમાં ચાલ્યા જાય છે. આના કારણે અજપાજપ ચાલુ થઇ જાય છે.
લોગસ્સ સૂત્ર સાડાત્રણ વલયનું સ્પેક્ટ્રમ છે. સાત ગાથાઓનાં સાત રંગોમાં કીર્તન અને ભાવનાનાં બેરંગો ઉમેરતા નવરંગો દ્વારા સ્પેક્ટ્રમ બની આપણાં જન્મો જન્મનાં કર્મોને ખપાવી દે છે. શરત માત્ર એટલી જ છે કે આ કીર્તન મગજનાં બીજા ભાગથી અચેતનુ મન સુધી પહોંચવુ જોઇએ. અહીમસ્તકને સમર્પિત કરવું પડશે.
પરમાત્મા આપણું મસ્તક રાખતા નથી પણ શુભત્વથી ભરીને આપણને પાછું આપે છે. સામાન્ય પણે શ્રીફળ-નાળિયેર અને કુંભ-કળશને મસ્તકનું પ્રતીક માનવામાં આવે છે. મસ્તકને ફોડી નથી શકાતું એટલે નાળિયેર ફોડીને દેવતાઓને પ્રસન્ન કરવાનો મિથ્યા પ્રયત્ન કરવામાં આવે છે. કુંભ-કળશનેશુભ સ્થાન મળેલું છે. શુભ કાર્યોમાં એને માથા પર ધારણ કરીને સ્થાપન કરવામાં આવે છે. સ્થાપના વખતે તેમાં મંગળ દ્રવ્યો મુકીને તેની સ્થાપના કરવામાં આવે છે. મસ્તક સ્થાપિત નથી થતું એટલે કળશ સ્થાપિત કરીએ છીએ. મતલબ એજ કે આપણે આપણું મગજ ખાલી કરી અહીંસ્થાપિત કરીએ છીએ. પ્રભુ! તારા ચરણે માથું મૂકીએ છીએ. તું એને ભરી આપ. કેટલીય આધિ-વ્યાધિ-ઉપાધિથી એ ભરેલું છે. પ્રભુ પાસેથી જો કંઇક મળતું પણ હોય તો એ આમાં કયાંથી સમાવવાનું છે? પરમાત્માનાં અનુગ્રહનું પ્રવાહ જો આપણું મસ્તક ખાલી હોય તો જ ભરી શકાય છે. આપણું કામ તો ખાલી કરીને ધરી દેવાનું છે, પછી ભરી દેવાનું કામ તેમનું છે. બસ! આપણે માત્ર ધરી દેવાનું, તે અવશ્ય ભરી આપશે જ તેવી ખાત્રી આપુ છું. લોગસ્સ સૂત્ર તે આપણું ગેરન્ટી કાર્ડ છે. પૈસા ખર્ચાને લીધેલા નકામા નશ્વર પદાર્થોનાં ગેરેન્ટી કાર્ડો તમે સંભાળી રાખો છો પણ લોગસ્સની સાર્થકતાનું ગેરેન્ટી કાર્ડ તમે ઓળખી શકતા નથી. આ તો મોક્ષનો પરવાનો છે.
[30]