________________
જે કેવળનું અનાવરણ કરે તે કીર્તન છે. જે કર્મોનું છેદન કરે તે કીર્તન છે.
જે કષાયોનું નિવારણ કરે તે કીર્તન છે.
કીર્તન કરે છે અનાવરણ-છેદન-નિવારણ. પ્રદક્ષિણામાં કીર્તન ઉત્પન્ન થાય છે આવર્તનમાં પરિવર્તન કરે છે વર્તનમાં અને નિષ્પન્ન કરે છે સમાપનમાં. આવર્તનનાં બે પ્રકાર છે. શબ્દમય અને ઉર્જામય, જેની ચર્ચા આપણે પછી કરીશું.
આપણા દ્વારા બોલાયેલા શબ્દોનો ઉદ્ભવ નાભિમાંથી થાય છે. તે પ્રગટ કંઠમાથી થાય છે અને તેનુ પરિણમન મગજમાં થાય છે, પરિણમનથી જ પરિવર્તન થાય છે. શબ્દોને ઉત્પન્ન થવાની અને પ્રગટ થવાની ક્રિયા તો જાણી શકાય છે. પરંતુ એ થકી મગજમાં થતાં પરિવર્તનથી આપણે અજ્ઞાત રહીએ છે, ઘડિયાળ જેવું લોલક મગજમાં પણ હોય છે. આ પેન્ડલિયમ બરોબર મગજનાં મધ્યભાગે મંદિરનાં ઘંટની જેમ જોવા મળે છે. જેમ નાદ થાય છે અને તેનો નિનાદ સંભળાય છે. તેમજ મંત્ર, રટણ, કીર્તન સમયે મગજમાં નાદ, નિનાદ અને પ્રતિનાદ ઉત્પન્ન થાય છે. તેને ઘોષ, મહાઘોષ અને પ્રત્યાઘોષ પણ કહેવાય છે.
શાસ્ત્રોનું હંમેશા વાંચન થતું હોય છે. અને મંત્રોનું હંમેશા કીર્તન થતું હોય છે. અને સ્તોત્રોનું સદા સ્મરણ અને સ્તવન થતું હોય છે. લોગસ્સ આ બધાં સાથે સબંધ રાખે છે. એટલે લોગસ્સનું વાંચન (સ્વાધ્યાય) પણ થાય છે. કીર્તન પણ થાય છે. સ્મરણ અને સ્તવન પણ થારા છે. આવશ્યક સૂત્રમાં મુખ્ય ૬ આવશ્યક બતાવવામાં આવેલ છે,
૧. સામાયિક. ૨. યઉવિસંસ્તવ. ૩. વંદણા.૪. પ્રતિક્રમણ. ૫. કાઉસગ્ગ.૬. પચ્ચકખાણ. આમાં કવિસંસ્તવ નો અર્થ છે ચતુર્વિશતિસ્તવ અર્થાત લોગસ્સ. આમ લોગસ્સ સૂત્ર બીજો આવશ્યક ગણાય છે. એની બીજી, ત્રીજી અને ચોથી ગાયામાં ઉસભં અજિઆં વગેરે નામ મંત્રગર્ભિત શૈલીમાં રજુ થયા છે. જેમાં સંસ્તવન છે તે હંમેશા સ્તોત્ર સ્વરૂપે મળે છે. સ્તોત્રમાં સંસ્તવ અને સ્તુતિ બન્ને હોય છે. સંસ્તવનમાં પ્રભુનું સ્મરણ અને સ્તવન કરવામાં આવે છે. પ્રભુનાં મહાનતાનાં ગીતો ગાવામાં આવે છે. સ્તવન કરતાં કરતાં સ્વયંનાં અવગુણોને પરમાત્મા સમક્ષ પ્રગટ કરવાથી સ્તુતિ પરિણમે છે. અહીં પરમાત્મા સમક્ષ જ છે એવી અનુભૂતિ પ્રગટ થાય છે અને પ્રભુની સાથેનો વાર્તાલાપ સંવાદાત્મક શૈલીમાં રજુ થાય છે.
લોગસ્સ સૂત્રમાં રજુ થયેલો સંવાદાત્મક શૈલીનો દાખલો આપણે અહીંયા પ્રાયોગિક રૂપે જોઇએ, પ્રયોગનાં પ્રારંભમાં આપણે બન્ને હાથ જોડી ભાવનાસભર હદય સાથે પરમાત્માનાં ચરણમાં નમસ્કાર કરીએ. અન્ય વ્યકિતઓ, વસ્તુઓ અને વિચારોને ભૂલી જઇએ. ફકત પરમતત્વ સાથે સબંધ બાંધવા તત્પર બની જઇએ.
પ્રથમ આપણે પરમાત્માનું અદ્ભુત સંબોધન દ્વારા સ્વાગત કરીએ. “એવું મએ અભિયુઆ” મારા દ્વારા થયેલી સ્તુતિનો સામે રહીને જેમણે સ્વીકાર કર્યો છે.
[31]