________________
ચેતના ભરે છે. એક જ્યોતથી બીજી જ્યોત પ્રગટ થાય છે. તે પણ પૂર્ણતા પામી ને જ આવે છે. પ્રગટાવનારા દિવડાનું અજવાળુ કંઇ ઓછું નથી થઇ જતુ. પૂર્ણની જિજ્ઞાસા પણ પૂર્ણત્વનાં પ્રારંભની પ્રસ્તાવના છે. પ્રસ્તાવનામાં સ્તવના છે અને સ્તવનામાં છે “લોગસ્સ સૂત્ર”.
ઉધોત એ પરમાત્માની સૌથી વધારે રહસ્યમયી ઉર્જા છે. આ એક સર્વાધિક શુધ્ધ ઉર્જા છે. અતંરમાં નિરંતર કેન્દ્રિત અમૃત છે. ઉર્ધ્વગતિનું પ્રતીક ઉધોત, ચાલે છે, ફેલાય છે, સમસ્ત લોકમાં વ્યાપ્ત થાય છે. તેને નથી જરૂર કોઇ સાય કે સહયોગની. જે દ્રશ્યમાન થઇ ને ફેલાતો દેખાય છે તે પ્રકાશ છે. અદ્રશ્ય રહીને જે અંધકારને દૂર કરે છે તે ઉધોત છે. એટલે જ પ્રથમ ગાયામાં ઉધોત અને છેલ્લી ગાથામાં પ્રકાશ શબ્દ આપેલો છે. અહીં પ્રકાશ સાથે સૂર્ય શબ્દ પણ આપવામાં આવેલો છે. આપણે સૂરજને તથા તેના પ્રકાશને જોઇશકીએ છીએ.
આ એ ઉધોત છે જે ભગવાન મહાવીરની પરમ શિષ્યા સાધ્વી પ્રમુખ આર્યા ચંદનાનાં સાનિધ્યમાં સાધ્વી મૃગાવતીમાં કેવળજ્ઞાન સ્વરૂપે પ્રગટ થયેલો. આ એજ ઉધોત છે જેણે ચંડકૌશિક અને મેઘમાળીમાં પૂર્વ જન્મનો અંધકાર તોડીને તેમનામાં જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ કરેલું. આ એજ ઉધોત છે જેણે રાજા શ્રેણીકનાં અંત:કરણનો અંધકાર દૂર કરી તીર્થકરત્વનો પ્રકાશ પ્રગટાવીને એમને સમાનધર્મી બનાવેલા.
અંધકાર ત્યાં સુધી સારો લાગે છે જ્યાં સુધી આપણે નિંદર માં હોઇએ છીએ, જાગૃત અવસ્થા માગે છે ઉધોત-પ્રકાશ. જાગૃતિ છે પોતાપણાનું જ્ઞાન, પોતાની શોધ. જ્ઞાનને સંશોધનાર્થે કોઇ અવરોધ ન આવે એટલે એને પ્રકાશની જરૂર પડે છે. આ ઉધોત ફકત અજવાળું નહીં,પ્રકાશ નહીં પણ સ્ત્રોત છે. એમાં ઓતપ્રોત બની જાવ. એની જ્યોત ઝળહળવા દો. એનું આવરણ અનુભૂતિમય છે. અનુભૂતિની અભિવ્યકિત થાય છે. અભિવ્યકિત શકિત પ્રગટ કરે છે. શકિત ભકિતમાં પ્રિતીને પ્રગટ કરે છે. જેમ બાળક ને શરદી થાય તો માતા પથારી માંથી ખોળામં લઇ લે છે. ખોળામાં કંઇ હિટર નથી હોતું પણ હૂંફ હોય છે. ઉષ્મા હોય છે. ત્યાં દઝાડનારી ગરમીનથી હોતી.
કોઇ પણ સહાયતા વગર કોઇપણ સાધન વગર જે ઊચ્ચગતિમાં લઇ જાય તે ઉધોત છે. સાધનોથી પ્રકાશ આપવાવાળી વસ્તુઓ તો આ દુનિયામાં અનેક છે.
જગતમાં આગિયા નામનું જંતુ, લેટલી નામની માછલી વગેરેનાં શરીરમાં એવો ૧. ઉપર્યાય હોય છે કે તેઓ જ્યારે ગતિ કરે છે ત્યારે પ્રકાશની રશ્મિઓ તેમના શરીર માંથી બહાર ફેંકાય છે. પૃથ્વી જગતમાં સૂર્યકાંત, ચન્દ્રકાંત આદી મણિઓ પ્રકાશમય હોય છે. અંતરિક્ષમાં સૂર્ય, ચન્દ્ર, ગ્રહો, નક્ષત્રો, તારાઓ વગેરે પણ પ્રકાશના પિંડ છે. કૃત્રિમ પ્રકાશ તો આપણી ઇચ્છાનુસાર હોય છે. પરમાત્મા મહાવીરે કહ્યું છે કે પ્રકાશ બે પ્રકારના હોય છે. પુદ્ગલ પરિણામ અને આત્મપરિણામી. પુદ્ગલ પરિણામી.
[18]